અચાનક નોકરી જતી રહે તો પણ ભરી શકશો લોન, આ તૈયારી કરી લો આજથી જ

અચાનક નોકરી જતી રહે તો પણ ભરી શકશો લોન, આ તૈયારી કરી લો આજથી જ

હાલ એવું કોઈ ભાગ્યે જ હશે કે ઘર ખરીદવા માટે કે ગાડી ખરીદવા માટે લોન લેતા પહેલા કેટલીક વાતોની ખાસ કાળજી રાખવી જોઈએ. હોમ લોન લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને ટેક્સથી મુક્તિ મળે છે. અત્યારે હાલમાં સમગ્ર દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે નોકરી કરતા વર્ગ પર નોકરી જવાનો ખતરો છે.

આ એવો સમય છે કે તમે પહેલા જ કોઈ લોન લીધી હશે તો તેના હપ્તા ભરવા માટે થોડો સમયથી રાહત જરૂર મળશે પણ તમારે તેના માટે વધારે વ્યાજ ચુકવવાની તૈયારી રાખવી પડશે. જો તમે એક કે બે હપ્તા ભરી નહી શકો બેન્ક તમારી સંપત્તિ જપ્ત કરી શકે છે. તમને પણ આવી કોઈ સમસ્યા હોય તો આ રહ્યો તેનો હલ.

સૌ પહેલા તો લોનની સીમા રેખા વધારવાનો પ્રયાસ કરો
નોકરી જતી રહે તેવા સંજોગોમાં બેન્ક સાથે સંપર્ક કરી થોડી મુદ્દત વધારી આપવાની વાત કરી શકો છો. બેન્ક તમારી સ્થિતિ સમજીને થોડી છુટછાટ આપી શકે છે.

ઇશ્યોરન્સ કવર
કેટલીક ઇશ્યોરન્સ કંપનીઓ જોબ લોસ માટે કવર આપે છે. અને ત્રણ હપ્તાઓ ભરી દે તેવી વ્યવસ્થા કરી આપે છે. આ તમને નવી નોકરી શોધો ત્યાં સુધી ટેન્શન ફ્રી કરી શકે છે. તમે લોન વચ્ચે જ એવુ લાગે કે હવે એક સાથે થોડા વધારે હપ્તા એડવાન્સમાં ભરી શકો છો તો પહેલા ભરી દો જેથી લોનમાં થોડી રાહત મળી શકે.