દેશમાં કોરોનાના કેસ 26000ને પાર, મહારાષ્ટ્રમાં ખતરાની ઘંટડી, ગુજરાતની સ્થિતિ પણ ખરાબ

દેશમાં કોરોનાના કેસ 26000ને પાર, મહારાષ્ટ્રમાં ખતરાની ઘંટડી, ગુજરાતની સ્થિતિ પણ ખરાબ

દેશભરમાં કોરોના વાયરસ મહામારીનો ખોફ સતત વધતો રહ્યો છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અન્ય જગ્યાઓથી કોરોના વાયરસના નવા પોઝિટિવ દર્દી આવવાની સાથે દેશમાં કુલ કેસની સંખ્યા 26 હજારને પાર 26283 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. શનિવારે દેશભરતમાં નવા દર્દીઓમાંથી આશરે અડધા એટલે કે 811 નવા પીડિતો માત્ર મહારાષ્ટ્રથી છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો રેકોર્ડ 7628 સુધી પહોંચી ગયો છે. તો સરકારનું કહેવું છે કે કોરોના મામલાના દરરોજનો ગ્રોથ રેટ ઘટીને 6 ટકા સુધી રહી ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે શુક્રવારે સાંજથી શનિવાર સાંજ સુધી કોરોના વાયરસના સંક્રમણથી 56 લોકોના મોત થયા છે, જે અત્યાર સુધી આ સમયગાળો (24 કલાકમાં) થયેલા સૌથી વધુ મોતો છે. 799 લોકોના કોવિડ 19થી મોત થયા છે જ્યારે કુલ 26,194 કોરોનાથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. 5200થી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. આ રીતે દર્દીઓના સંક્રમણથી મુક્ત થવાનો દર 20 ટકાથી વધુ છે. મંત્રાલયે જણાવ્યું કે, દરરોજ સંક્રમિતોની સંખ્યા વધવાનો દર ઘટીને 6 ટકા પહોંચી ગયો છે, જે દેશમાં 100 મામલા આવ્યા બાદ સૌથી ઓછો છે.

મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા નંબર પર

મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 7628 સુધી પહોંચી ગઈ છે. જ્યારે બીજા સ્થાન પર ત્રણ હજારથી વધુ કેસની સાથે ગુજરાત છે. રાજસ્થાનમાં બે હજારથી વધુ મામલા સામે આવ્યા છે જ્યારે મધ્યપ્રદેશમાં પણ આંકડાની નજીક છે. મધ્યપ્રદેશમાં કોવિડ 19 દર્દીઓની સંખ્યા 1900 પાર કરી ગઈ છે, જ્યારે તમિલનાડુમાં આ સંખ્યા 1800ને પાર છે. ઉત્તર પ્રદેશમાં પણ સંક્રમિતોના મામલા તમિલનાડુની નજીક છે. આંધ્ર પ્રદેશમાં કોરોના વાયરસ સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મીમાં પણ નવા મામલા સામે આવ્યા છે અને રાજ્યમાં કોવિડ 19ના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઈ છે.

દિલ્હીમાં 2625 સુધી પહોંચી સંખ્યા

દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમણના 111 નવા મામલા આવવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2625 સુધી પહોંચી ગઈ છે. આ વચ્ચે દિલ્હી સરકારે કોવિડ-19 સમિતિમાં સામેલ સર્વોચ્ચ અધિકારીઓને સલાહ આપી છે કે રાજધાનીમાં લૉકડાઉન મેના મધ્ય સુધી જારી રહેવું જોઈએ, જે 14 એપ્રિલ બાદ 3 મે સુધી વધારી દેવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીનો 27 એપ્રિલે વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરવાનો કાર્યક્રમ છે, જેમાં લૉકડાઉન અને ત્યારબાદ કોવિડ 19ની સ્થિતિ પર ચર્ચા થશે.

દેશભરમાં 5 લાખ 80 લોકોની તપાસ થઇ

દેશમાં અત્યાર સુધીમાં 5.8 લાખ લોકોની તપાસ થઇ ચૂકી છે. રાજસ્થાન સહિત કેટલાંય રાજ્યોની આપત્તિ બાદ કેન્દ્ર સરકારે ચીનની બે કંપનીઓ પાસેથી મંગાવેલી રેપિડ ટેસ્ટ કિટના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્યોએ કહ્યું હતું કે કિટ ત્રૂટિપૂર્ણ અને ખોટું પરિણામ આપી રહ્યું છે. તો દિલ્હી સરકારે કહ્યું કે તેમણે વધુ લોકો પર પ્લાઝમા પદ્ધતિથી પરિક્ષણ પર ઉત્સાહજનક પરિણામ જોયું છે. કર્ણાટકે પણ શનિવારના રોજ પ્લાઝમા પદ્ધતિથી પરીક્ષણની શરૂઆત કરી દીધી છે. તો રાજસ્થાને કહ્યું કે તેઓ પહેલેથી જ આ પ્રકારનું પ્રશિક્ષણ કરી રહ્યા છે.