કોરોના પોઝિટિવ મહિલાએ જન્મ આપ્યો તે બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તબીબે કહ્યું મારા માટે નવો જ અનુભવ

કોરોના પોઝિટિવ મહિલાએ જન્મ આપ્યો તે બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તબીબે કહ્યું મારા માટે નવો જ અનુભવ

મહિલાએ 2 કિલો અને 800 ગ્રામના વજનવાળા બાળકને જન્મ આપ્યો હતો

ભાવનગર. ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ગઈકાલે બોટાદની કોરોનાગ્રસ્ત  નઝમાબેન સમીરભાઈની ડિલિવરી થઇ હતી અને 2 કીલો 800 ગ્રામના બાળકને જન્મ આપ્યો હતો. બાળકનું સેમ્પલ લઇને પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ બાબતે સર.ટી હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ મહિલાની પ્રસુતીમાં અમારે દર્દી અને બાળક બંનેને બચાવવા એ અમારી પ્રાથમિકતા હતી. એટલું જ નહીં મહિલા કોરોના પોઝિટિવ હોય જે બાળકમાં ન આવે તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું હતું.આ કેસ મારા માટે નવો જ અનુભવ હતો.