કેનેડા ન જવાની ચિંતા કોરી ખાતા, ભાજપના પૂર્વ ધારાસભ્યની પુત્રીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

કેનેડા ન જવાની ચિંતા કોરી ખાતા, ભાજપના પૂર્વ ધારાસભ્યની પુત્રીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં ભાજપના પૂર્વ ધારાસભ્યની પુત્રીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડાની પુત્રીએ આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે.

કાલાવડના પૂર્વ MLA મેઘજી ચાવડાની પુત્રી એન્જિનિયરિંગના અભ્યાસ માટે કેનેડા જવાની હતી. પરંતુ હાલ કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે અટવાઈ હતી. હવાઈસેવા બંધ હોવાથી કેનેડા ન જવાતા ચિંતામાં મેઘજી ચાવડાની પુત્રીએ આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં ભાજપના પૂર્વ ધારાસભ્યની પુત્રીએ આજે આપઘાત કર્યો છે. કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડાની પુત્રી રિદ્ધિ ચાવડાએ આપઘાત કરી લેતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને લોકમુખે અનેક વાતો ચર્ચાઈ રહી છે. કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડાની 21 વર્ષીય પુત્રી રિદ્ધિ ચાવડાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

તમને જણાવીએ કે, 21 વર્ષીય પુત્રી રિદ્ધિ ચાવડા એન્જીનયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું નક્કી થયું હતું. પરંતુ લોકડાઉનના કારણે તમામ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ વૈશ્વિક બિમારીએ ભારત કરતા વિદેશમાં હાહાકાર મચેલો છે તેની ચિંતામાં પુત્રીએ પોતાના ભવિષ્ય પર પૂર્ણવિરામ મૂકાયું હોવાના કારણે તેની ચિંતામાં આપઘાત કર્યો હતો.