કોરોનાને લઇ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભડક્યા બરાક ઓબામા, ફોન કોલ થયો લીક

કોરોનાને લઇ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભડક્યા બરાક ઓબામા, ફોન કોલ થયો લીક

અમેરિકા કોરોનાથી બહુ ખરાબ રીતે ઝઝૂમી રહ્યું છે. દરરોજ હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં 13 લાખ લોકો સંક્રમિત થઇ ચૂકયા છે. દેશમાં કોરોનાના લીધે ખરાબ પરિસ્થિતિ માટે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ગણાવ્યા છે. બરાક ઓબામાએ કોરોનાની વિરૂદ્ધ જંગમાં અમેરિકન પ્રશાસનના વલણને ‘અરાજક આપદા’ ગણાવી છે.

સામાન્ય રીતે બરાક ઓબામા ડોનાલ્ડ ટ્રમ્પની વિરૂદ્ધ કોઇ રાજકીય ટિપ્પણી કરતા નથી. કેટલીય વખત ટ્રમ્પે ઓબામા પર કટાક્ષ કર્યો ત્યારે પણ તેમણે કોઇ જવાબ આપ્યો નથી. એટલે સુધી કે કોરોનાની વિરૂદ્ધ લડાઇમાં જરૂરી વસ્તુના સપ્લાયની સમસ્યાઓ માટે ડોનાલ્ડ ટ્રમ્પે બરાક ઓબામા અને તેમના કાર્યકાળને દોષિત ગણાવ્યા.

‘જો બાઇડેનના સમર્થનમાં ખુલીને આવ્યા ઓબામા’

બરાક ઓબામાએ શુક્રવારના રોજ ઓબામા અલુમ્નાઇ એસોસીએશનના એ 3000 લોકો સાથે વાતચીત કરી જેમણે ઓબામાના શાસનકાળમાં કામ કર્યું હતું. આ મીટિંગમાં ઓબામાએ લોકોને અપીલ કરી કે તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટના સંભવિત ઉમેદવાર જે.બાઇડનને સાથ આપે.

એક ખાનગી કોલ દ્વારા લોકો સાથે વાત કરતાં ઓબામાએ કહ્યું કે આવનારી ચૂંટણી દરેક સ્તર પર ખૂબ જ અગત્યની થવાની છે. કારણકે આપણે માત્ર એક વ્યક્તિ કે રાજ્કીય પાર્ટીની વિરૂદ્ધ લડી રહ્યા નથી. આપણે લાંબા સમય સુધી ચાલનાર સ્વાર્થી થનાર, બીજાને દુશ્મનની જેમ જોનાર, પરસ્પરમાં વહેંચાયેલા અને અરાજક થવાના ટ્રેન્ડની વિરરૂદ્ધ લડી રહ્યા છીએ. આપણે વૈશઅવિક સ્તર પર પણ આ જોઇ રહ્યા છીએ.

ઓબામાએ આગળ કહ્યું કે આ જ કારણ છે કે વૈશ્વિક મહામારીની વિરૂદ્ધ આપણો જવાબ આટલો નિરાશાજનક અને ઠંડો છે. બરાક ઓબામાએ ખુલીને કહ્યું કે આવનારી ચૂંટણીમાં તેઓ જો બાઇડેન માટે જોરદાર પ્રચાર કરવાના છે.