ખાનગી હોસ્પિટલ દ્વારા કોરોનાની સારવાર માટે લાખોની ફી વસૂલાત સામે ગુજરાત હાઇકોર્ટનું અલ્ટીમેટમ

ખાનગી હોસ્પિટલ દ્વારા કોરોનાની સારવાર માટે લાખોની ફી વસૂલાત સામે ગુજરાત હાઇકોર્ટનું અલ્ટીમેટમ

દેશ ખરાબ પરિસ્થિતિમાં, હાલ નફો રળવાનો સમય નથી :હાઇકોર્ટ

અમદાવાદ. કોરોનાના કહેરને પગલે ગુજરાત હાઇકોર્ટે લીધેલી સુઓમોટો અરજીમાં સરકારને અને ખાનગી હોસ્પિટલોને અલ્ટીમેટમ આપ્યુ છે. ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોનાની સારવારને નામે વસુલાતી લાખો રૂપિયાની ફીને સરકાર દ્વારા તાત્કાલિક અસરથી નિયંત્રિત કરવા આદેશ કરવામા આવ્યો છે. જો હાઇકોર્ટના આદેશનુ પાલન કરવામા નહી આવે તો આકરા પરિણામો ભોગવવા તૈયાર રહેવાનો આદેશ કરવામા આવ્યો છે.
હાઇકોર્ટનો 3 સવાલોના જવાબ 22 મે સુધીમાં રજૂ કરવા આદેશ 

  • કોરોનાના દર્દીનાં સીરમ પોટેશિયમ લેવલ ટેસ્ટ કરવામાં આવે છે? પોટેશિયમનું હાઇ અને લૉ લેવલ બન્ને જોખમી છે. 
  • ડોક્ટર અને નર્સને આપવામા આવતી  PPE કિટની ગુણવત્તા ચકાસવામાં આવે છે? કિટને  બ્લડ પેનેટ્રેશન રેઝઇસન્ટ ટેસ્ટ દ્વારા પ્રમાણિત કરાઇ છે?
  • ICU wardમાં 24 કલાક સિનિયર એનેસ્થેટીસ્ટ ફરજ પર હોય છે કે નહી? કેમકે દર્દીને શ્વાસ સંબંધિત ફરીયાદ વધુ રહે છે.

પરપ્રાંતીયો માટે બધી વ્યવસ્થા કરો : હાઇકોર્ટ
હાઇકોર્ટે સરકારને એવી ટકોર કરી છે કે પરપ્રાંતીયોને અત્યારે સોશિયલ ડીસ્ટન્સનું જ્ઞાન આપવાનો સમય નથી. તેમને કોરોના વાઇરસની ગંભીરતા ન સમજાય તેમને અત્યારે ભૂખની ચિંતા વધુ હોય. સરકારે તેમને વતન પહોચાડવાની અને જમવાની વ્યવસ્થા કરવા આદેશ કર્યો છે.