બાપ રે! 5 રૂપિયામાં મળતી તમાકુની પડીકીના ભાવમાં પાંચસો ટકાનો વધારો, જાણો તમાકું-બીડી કેવા બહાને મળે છે?

બાપ રે! 5 રૂપિયામાં મળતી તમાકુની પડીકીના ભાવમાં પાંચસો ટકાનો વધારો, જાણો તમાકું-બીડી કેવા બહાને મળે છે?

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર દેશમાં ગત તા.25 માર્ચથી સતત લોકડાઉન ચાલી રહ્યું છે. જેને કારણે આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં તો વધારો થયો છે પરંતુ પાન, મસાલા, સિગારેટના ભાવમાં પણ ૪૦૦થી ૫૦૦ ટકાનો વધારો થઈ ગયો છે.

અમદાવાદમાં એક બીડી રૂ. ૧૦ના ભાવથી વેચાઈ રહી છે. જયારે સામાન્ય દિવસોમાં તમાકુની પડીકી રૂ.૫માં મળતી હતી તે અત્યારે રૂ.૭૦માં વેચાઈ રહી છે. તો સીગારેટ રૂ.૫૦ થી ૧૦૦માં એક મળે છે.  બીજીબાજુ જો કોઈ માણસ ગુટખા કે સિગારેટના સાથે પકડાય તો પોલીસ તેમને કેસ કરવાની ધમકી આપે છે.

બાદમા તેમની પાસેથી આવી સામગ્રી પડાવી નાણાં પડાવી લે છે. શહેરમાં મસાલામાં વપરાતી સોપારી સામાન્ય દિવસોમાં રૂ.૩૦૦માં કિલો લેખે વેચાતી હતી તેના વધીને હાલમાં રૂ.૧,૫૦૦ થઈ ગયા છે. મસાલામાં વપરાતા ચુનાની નાની પડીકી મફતમાં આવે પણ હાલમાં તેના ભાવ પણ ઊંચકાતા રૂ. ૫માં વેચાય છે. જેના લીધે મસાલાના ભાવ રૂ.૧૫થી વધીને રૂ.૩૦ થઈ ગયા છે. 

જુદી જુદી કંપનીની સાદી તમાકુની પડીકી રૂ.૫ વાળીના રૂ.૭૦ અને સાદી પડીકી રૂ.૫ વાળી રૂ.૪૦માં અને રૂ.૧૦ વાળી પડીકીના રૂ.૭૦નો ભાવ બોલાય છે. જયારે બીડીની જુડી રૂ.૨૦માં મળતી હતી તેના વધીને રૂ.૧૨૦ની ઘડી મળી રહી છે.જયારે જુદી જુદી કંપનીની સિગારેટના ભાવમાં ચારથી પાંચ ગણો વધારો થયો છે.

એમાંય શહેરના કોટ વિસ્તારમાં જ પોલીસની રહેમનજર હેઠળ બિનધાસ્ત ધંધો ચાલી રહ્યો છે. એમાંય લોકડાઉન-૪ વધુ ૧૪ દિવસ લંબાવતા મોડી રાત્રે વ્યસનીઓ તમાકુ, પડીકી, સીગારેટની ખરીદી કરવા માટે નીકળી પડયા હતા.

ડુપ્લિકેટ દારૂના ભાવમાં ૪૦૦થી ૫૦૦ ટકાનો વધારો

ડુપ્લીકેટ દારૂના ભાવમા પણ ૪૦૦થી ૫૦૦ ટકા વધીને રૂ.૧૬૦૦  થી ૩૦૦૦ થઈ ગયો છે. આ દારૂ જુદી જુદી બ્રાન્ડના ઓથા હેઠળ  ખાનગીમાં વેચાણ થાય છે. જયારે પરમીટના દારૂ ખાનગીમાં રૂ.  ૬હજારમાં વેચાય છે.

તમાકું અને બીડી માટે કેવા બહાના મળે છે ? 

તમાકું અને બીડી ખરીદવા જુદા જુદા બહાના કાઢે છે. કોઈને તમાકુંનું સેવન કરે તો જ પેટ સાફ થાય છે એટલે લેવા આવ્યા છીએ. તો કેટલાક બીડી પીવાથી પેટ સાફ થવાનું બહાનું રજૂ કરે છે. એક મહિલા તમાકુની પડીકી લેવા આવી હતીને કહેવા લાગી કે મારા પતિ હોસ્પિટલમાં છે અને સતત તમાકુની પડીકી માગે છે. ડોકટરે પણ કહ્યુ છે કે, તમાકુની પડીકી લાવીને આપો. આ સમયે ખાનગીમાં વેચાણ કરનાર બીજા પાસેથી તમાકુની પડીકી મંગાવીને આપી હતી.

મહિલા તબીબો સિગારેટના બાંધા ખરીદી જાય છે 

શહેરની કેટલીક હોસ્પિટલોના મહિલા તબીબો સિગોરેટના બાંધા ખરીદીને લઈ જતા હોય છે. આ મહિલા તબીબો ગ્રુપમાં બેસીને સિગારેટ પીતા હોય છે. તાજેતરમાં સિગોરેટ નહીં મળતા પાંચવાર ધક્કા ખાઈને સિગારેટની ખરીદી કરી લઈ ગઈ હતી. બિલ્ડરો પોલીસ મારફતે સીગારેટ અને સાદી પડીકીઓની ખરીદી રહ્યા છે.