હુમલો / અમેરિકાના શિકાગોમાં શૂટઆઉટમાં 10 લોકોની હત્યા, 32 ઘવાયા

હુમલો / અમેરિકાના શિકાગોમાં શૂટઆઉટમાં 10 લોકોની હત્યા, 32 ઘવાયા

2015માં આવા શૂટઆઉટમાં 12ના મોત થયાં હતાં

શિકાગો. અમેરિકાના શિકાગો શહેરમાં મેમોરિયલ ડે વીકેન્ડ પર થયેલા ગોળીબારમાં 10 લોકો મૃત્યુ પામ્યા અને 32 અન્ય ઘવાયા હતા. મૃતકોમાં 16 વર્ષનો છોકરો પણ સામેલ છે. પોલીસ અનુસાર સૌથી ઘાતક ગોળીબાર સોમવારે સાંજે ગારફિલ્ડ પાર્કમાં વેસ્ટ સાઈડ પર થયો હતો. લગભગ 08:30 વાગ્યે 45 અને 52 વર્ષીય બે લોકો ફૂટપાથ પર ઊભા હતા. ત્યારે સફેદ કારમાંથી કોઈએ ગોળીઓ વરસાવી જે 45 વર્ષીય વ્યક્તિના માથામાં અને શરીરમાં બીજા ભાગોમાં વાગી. 
ગત વીકેન્ડ પર 6 લોકો માર્યા ગયા હતા
ગત વીકેન્ડે થયેલા ગોળીબારમાં 6 લોકો માર્યા ગયા હતા અને  32 ઘવાયા હતા. ‘ધ શિકાગો સન ટાઈમ્સ’ના સોમવારના રિપોર્ટ અનુસાર ‘સ્ટે એટ હોમ’નો આદેશ છતાં હોલિડે વીકેન્ડમાં મૃત્યુનો આંક ગત વર્ષની તુલનાએ વધુ છે. એક વર્ષ પહેલાં ગોળીબારમાં સાતે જીવ ગુમાવ્યા હતા અને 34 ઘવાયા હતા, જ્યારે 2018માં 7 મૃત્યુ, 30ને ઈજા, 2017માં છ મૃત્યુ, 44ને ઈજા  અને 2016માં આ આંકડો 6 મૃત્યુ અને 56ને ઈજાનો હતો.