એક દવાએ કોરોના વાઈરસ વિરુદ્ધ પ્રથમ અને સૌથી મોટી આશા જગાવી, ઘણા દેશોમાં ટ્રાયલ ચાલુ

એક દવાએ કોરોના વાઈરસ વિરુદ્ધ પ્રથમ અને સૌથી મોટી આશા જગાવી, ઘણા દેશોમાં ટ્રાયલ ચાલુ

  • અમેરિકાના પ્રથમ કોવિડ-19 દર્દી પર કઈ રીતે રેમડેસિવિર દવાનો પ્રયોગ કરાયો
  • રેમડેસિવિરથી દર્દીઓના જલદી સ્વસ્થ થવામાં મદદ મળી રહી છે
  • બીજા તબક્કાની ટ્રાયલમાં અન્ય દવા સાથે ટ્રાયલની તૈયારીઓ

એલિસ પાર્ક. વૉશિંગ્ટનની એક હોસ્પિટલમાં ડૉક્ટરોની ટીમના નિર્ણયથી કોરોના મહામારી વિરુદ્ધ માણસોની લડાઈમાં આશાની કિરણો જોવા મળી. રેમડેસિવિર દવા જીવલેણ વાઈરસ માટે પ્રથમ દવા બની શકે છે. અમેરિકા અને વિશ્વના 68 હોસ્પિટલમાં લગભગ 1 હજાર કોરોના દર્દીઓ પર દવાની ટ્રાયલ ચાલી રહી છે. વાયરસના મૂળ કેન્દ્ર એવા ચીનમાં પણ તેની ટ્રાયલ થઈ છે. આ દવાનો ઉપયોગ કરી રહેલા દર્દીઓને અન્ય દવાનો ઉપયોગ કરતા દર્દીઓની સરખામણીએ વધુ ઝડપથી રાહત થઈ છે. અમેરિકતામાં દવાની પ્રથમ તબક્કાની ટ્રાયલ પૂર્ણ થઈ ચૂકી છે. બીજા તબક્કામાં રેમડેસિવિરના ફાયદા વધારવા માટે તેમાં અન્ય દવાઓ સાથે વાપરી ટ્રાયલ કરવાની રહેશે. ટાઈમ મેગેઝીને દર્દી પર દવાના પ્રથમ ટ્રાયલમાં સામેલ ડૉક્ટરો, હેલ્થ એક્સપર્ટ અને ફાર્મા ઈન્ડસ્ટ્રીના ડઝનેક લોકો સાથે વાતચીતના આધારે માહિતી મેળવી કે મહામારી વચ્ચે કઈ રીતે એક નવી થેરેપીએ આશાઓ જગાવી છે. આ ટ્રાયલની શરૂઆત વોશિંગ્ટન સ્થિત પ્રોવિડન્સ રિઝનલ મેડિકલ સેન્ટરમાં થઈ હતી. અમેરિકાના બીમારી નિયંત્રણ સંબંધિત સેન્ટર દ્વારા 20 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દેશના પ્રથમ કોવિડ-19 દર્દીને દાખલ કરવાનો આગ્રહ કર્યો હતો. ડૉ. જ્યોર્જ ડિયાઝ કહે છે કે,‘તેમણે અમારી પર દબાણ કર્યું નહોતું.

રેમડેસિવરથી દર્દીની સ્થિતિ સુધરી
અમે ઈન્કાર ના કર્યો કારણ કે આ એક નવા પ્રકારના ઈન્ફેક્શનનો પ્રથમ કેસ હતો.’ તે સમયે માત્ર ચીન, થાઈલેન્ડ. જાપાન અને દ.કોરિયામાં સંક્રમણના કેસો વધારે હતા. 
ડૉ. ડિયાઝે કહ્યું કે, હોસ્પિટલમાં દાખલ થયાના 6 દિવસ બાદ જ દર્દીને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હતી. તેના શરીરમાં ઓક્સિઝનનું સ્તર ઓછું થવા લાગ્યું. 27 જાન્યુઆરીએ ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની મંજૂરી મળ્યા બાદ દર્દીને રેમડેસિવરના ડોઝનું ઈન્જેક્શન અપાયું. બીજા દિવસથી તેની સ્થિતિમાં સુધાર આવવા લાગ્યું. ડૉ. ડિયાઝે કહ્યું કે, દર્દીનો તાવ ઓછો થવા લાગ્યો. તેના ઓક્સિજન સપ્લાયને પણ હટાવી લેવામાં આવ્યું.

તમામ રિસર્ચમાં સકારાત્મક પરિણામો મળ્યા
આ સમાચાર ફેલાયા બાદ જ ઘણા દેશોમાં કોવિડ-19 પર દવાની અસરની રિસર્ચ શરૂ થઈ ગઈ. જાન્યુઆરીના અંતે ચીનમાં હજારો કેસ આવી રહ્યાં હતા. ગિલીડે ચીનને સહાનુભૂતિ અને કરુણા કાર્યક્રમ હેઠળ દવા પૂરી પાડી. ચીની રિસર્ચર્સ, રાષ્ટ્રીય એલર્જી અને સંક્રામક બીમારી ઈન્સ્ટિટ્યૂટ અને રિસર્ચર્સે રેમડેસિવિરની અસર પર ઊંડાણપૂર્વર રિસર્ચ કર્યું. એપ્રિલમાં ગિલીડે જણાવ્યું કે, તમામ રિસર્ચમાં સકારાત્મક પરિણામો મળ્યા. આ સંકેતના આધારે 1 મેના એફડીએ દ્વારા ગંભીર કોવિડ-19 દર્દીઓની સારવાર માટે દવાના ઉપયોગની મંજૂરી આપી. ઘણા રિસર્ચમાં રેમડેસિવિર દવા લેનારા કોવિડ-19 દર્દીઓ સરેરાશ 11 દિવસમાં સાજા થયા. 

રિસર્ચર્સ હજુ પણ અમુક સવાલોના જવાબ શોધી રહ્યા છે
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં મેડિસિનની પ્રોફેસર ડૉ. અરુણા સુબ્રમણિયમે કહ્યું કે, ‘ચલો સૌથી સારી વાત એ રહી કે આ દવાથી અમે દર્દીઓની મદદ કરી શકીએ છીએ તેની જાણ થઈ. અમે ગિલીડની એક ટ્રાયલનો અભ્યાસ કર્યો હતો.’ બીજી તરફ રિસર્ચ કરનારાઓના મનમાં હજુ અમુક સવાલ છે કે- કયા દર્દીઓની વધુ લાભ થશે અને કઈ સ્થિતિમાં દવા વધુ અસરકારક સાબિત થશે. એનઆઈએઆઈડી અને ગિલીડના રિસર્ચથી સંકેત મળ્યા કે આ પ્રારંભિક તબક્કામાં ઈન્ફેક્શનને જલ્દી દૂર કરવામાં મદદ કરે છે. ઘણી ટ્રાયલમાં આ સ્પષ્ટ થયું કે રેમડેસિવિર દર્દીઓને વહેલા સ્વસ્થ કરવામાં મદદરૂપ છે.

ઘણા વાઈરસ વિરુદ્ધ આ દવા સફળ રહી છે
અમેરિકાની ગિલીડ ફાર્મા કંપની રેમડેસિવિરને સૌપ્રથમ એક અન્ય ઘાતક વાઈરલ બીમારી ઈબોલા માટે અજમાવવામાં આવી હતી. કંપનીએ ઈબોલાની રિસર્ચને આગળ વધારી. લેબમાં થયેલા રિસર્ચ અનુસાર 11 વર્ષ જૂની આ દવાએ કોવિડ-19 પરિવારના બીજા વાઈરસથી ફેલતી બીમારીઓ- સાર્સ અને મર્સથી લડતા સમયે પણ સારા પરિણામ આપ્યા હતા. તે આ બીમારીઓમાં ઈબોલા પર સૌથી વધુ અસરકારક સાબિત થઈ હતી.