ગુજરાતમાં દરરોજ કેસમાં 3 ટકા વધી રહ્યાં છે, રાજ્યમાં મૃત્યુદર 6 ટકા અને રિકવરી રેટ 67 ટકા પર પહોંચ્યો

ગુજરાતમાં દરરોજ કેસમાં 3 ટકા વધી રહ્યાં છે, રાજ્યમાં મૃત્યુદર 6 ટકા અને રિકવરી રેટ 67 ટકા પર પહોંચ્યો

  • રાજ્યમાં કુલ 19,617 કેસ અને 1219 મૃત્યુઆંક, 13,324 ડિસ્ચાર્જ થયા
  • અમદાવાદમાં 26, સુરતમાં 2 અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ

અમદાવાદ. ગુજરાતમાં શનિવારે 498 નવા કેસ નોંધાતા હવે ગુજરાતમાં કોરોનાના કુલ 19,617 કેસ નોંધાઇ ચૂક્યા છે. જે ગુજરાતની કુલ વસ્તીના સંદર્ભે જોઇએ તો દર 10 લાખની વસ્તીએ 289 લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. દરરોજ કોરોનાના ત્રણ ટકા કેસ વધી રહ્યા છે. તેની સામે ગુજરાતમાં શનિવારે 29 મોત થતાં હવે કુલ મૃતકાંક 1,219 પર પહોંચ્યો છે. ગુજરાતમાં મૃત્યુનો દર વધી રહ્યો છે અને તે હવે 6.21 ટકા પર છે. આ તરફ રાજ્યમાંથી 313 દર્દીઓ સાજા થતાં તેમને ઘરે મોકલવામાં આવ્યા છે અને હવે રીકવર થયેલાં દર્દીનો કુલ આંક 13,324 પર પહોંચ્યો છે. ગુજરાતનો રીકવરી રેટ 67.92 પર પહોંચી ગયો છે.

24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં 289, સુરતમાં 92, વડોદરામાં 34, ગાંધીનગરમાં 20, રાજકોટમાં 8, વલસાડમાં 7, મહેસાણા અને પાટણમાં 6-6, સાબરકાંઠા અને કચ્છમાં 5-5, બનાસકાંઠા અને પંચમહાલમાં 4-4, ભરૂચ અને છોટાઉદેપુરમાં 3-3, ભાવનગર, અરવલ્લી, આણંદ, ખેડા, ગીર-સોમનાથ અને નવસારીમાં 2-2 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે નોંધાયેલા મોતમાં અમદાવાદમાં 26, સુરતમાં 2 અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. 

છેલ્લા 8 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખકેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)
2 જૂન415(279)
3 જૂન485(290)
4 જૂન492(291)
5 જૂન510(324)
6 જૂન498(289)

કુલ 19,617 દર્દી, 1219 ના મોત અને 13,124 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ13,9679949,689
સુરત2034781318
વડોદરા125843744
ગાંધીનગર40115181
ભાવનગર13810106
બનાસકાંઠા136598
આણંદ1081191
અરવલ્લી1207111
રાજકોટ128373
મહેસાણા153683
પંચમહાલ1011074
બોટાદ60255
મહીસાગર1162107
પાટણ98768
ખેડા85459
સાબરકાંઠા117390
જામનગર61343
ભરૂચ54334
કચ્છ88456
દાહોદ45032
ગીર-સોમનાથ47044
છોટાઉદેપુર37023
વલસાડ53227
નર્મદા23018
દેવભૂમિ દ્વારકા15011
જૂનાગઢ32126
નવસારી31114
પોરબંદર1226
સુરેન્દ્રનગર46221
મોરબી403
તાપી605
ડાંગ402
અમરેલી1414
અન્ય રાજ્ય2508
કુલ19,617121913,324