કોરોનાના વધતા ટેંશન વચ્ચે ફરી આવશે લોકડાઉન? PM મોદી રાજ્યના CM સાથે કરશે ચર્ચા

કોરોનાના વધતા ટેંશન વચ્ચે ફરી આવશે લોકડાઉન? PM મોદી રાજ્યના CM સાથે કરશે ચર્ચા

દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 16 અને 17 જૂને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અને નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જુલાઈ-ઓગષ્ટમાં તેની ચરમસીમાએ પહોંચી શકે છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે મહિનાના લોક્ડાઉન દરમિયાન અનેકવાર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 લાખને પાર કરી ગઈ છે. દેશમાં કોરોનાના પ્રકોપને રોકવા માટે મોદીએ 24 માર્ચે 12 દિવસનું દેશવ્યાપી લોકડાઉનમી જાહેરાત કરી હતી. ત્યાર બાદ ત્રણવાર લોકડાઉન વધારવામાં આવ્યું હતું. ત્યાર બાદ 8 જૂને દેશમાં અનલોક-1 અંતર્ગત પ્રતિબંધમાં અનેક પ્રકારની છુટ આપવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ફરી એકવાર પીએમ મોદી 16 અને 17 જુને દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા વાતચીત કરશે. કોરોના સંકટને લઈને મુખ્યમંત્રીઓ સાથે તેમની આ છઠ્ઠીવાર વાતચીત થશે. જેમાં કોરોનાના વધતા જતા કેસને લઈને સમીક્ષા કરવામાં આવશે. સાથે જ 8 જૂને લાગુ કરવામાં આવેલા અનલોક-1ની પણ સમીક્ષા થશે. માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીઓ સાથેની ચર્ચા કર્યા બાદ કેન્દ્ર સરકાર કોરોના પર નિયંત્રણ મેળવવા માટે કેટલાક મોટા નિર્ણય લઈ શકે છે.

પીએમ મોદી 16 જુને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે જ્યારે 17 જૂને તેમની કેન્દ્ર શાસિત રાજ્યોના મુખ્યમત્રીઓ કે પછી ઉપરાજ્યપાલ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. પહેલીવાર એવુ બનશે કે પીએમ મોદી રાજ્યો અને કેન્દ્ર શાસિત્ત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે અલગ-અલગ વાતચીત કરશે. આ અગાઉ તેમને 11મે ના રોજ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત બાદ લોકડાઉન 4.0ની જાહેરાત કરી હતી. હવે આ છઠ્ઠીવાર વડાપ્રધાન મોદી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. આ અગાઉ પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે 20 માર્ચ, 2 માર્ચ, 11, 27 એપ્રિલ અને 11મે એ વીફિયો કોન્ફન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.