અમેરિકા / ભારતીય મૂળની અનમોલ નારંગ US મિલિટ્રી એકેડમીમાંથી ગ્રેજ્યુએટ થનાર પ્રથમ શીખ મહિલા, સેકન્ડ લેફ્ટનેન્ટનું પદ સંભાળશે

અમેરિકા / ભારતીય મૂળની અનમોલ નારંગ US મિલિટ્રી એકેડમીમાંથી ગ્રેજ્યુએટ થનાર પ્રથમ શીખ મહિલા, સેકન્ડ લેફ્ટનેન્ટનું પદ સંભાળશે

  • અમેરિકાની વાયુસેનામાં નારંગનું પ્રથમ પોસ્ટિંગ જાન્યુઆરી 2021માં જાપાનની ઓકીનાવામાં થશે
  • નારંગનો પરીવાર બે પેઢીથી અમેરિકાના જ્યોર્જિયામાં રહે છે, તેનો પ્રારંભિક અભ્યાસ અહીં જ થયો

વોશિંગ્ટન.  સેકન્ડ લેફ્ટનેન્ટ અનમોલ નારંગ અમેરિકન મિલિટ્રી એકેડમીમાંથી ગ્રેજ્યુએટ થનાર પ્રથમ શીખ છે. તેણે વેસ્ટ પોઈન્ટ મિલિટ્રી એકેડમીમાંથી ન્યૂક્લિયર એન્જિનિયરિંગમાં ચાર વર્ષની ડિગ્રી મેળવી છે. નારંગ એર ડિફેન્સ સિસ્ટમના ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં તેની ગ્રેજ્યુએશન સેરેમની થશે.

ગ્રેજ્યુએશન પછી ઓક્લોહોમાના ફોર્ટ સિલમાં તેણે બેસિક ઓફિસર લીડરશિપ કોર્સ (BOLC) પૂરો કરવાનો રહેશે. ત્યાર પછી તે અમેરિકાની એર ફોર્સ જોઈન કરશે. નારંગનું પ્રથમ પોસ્ટિંગ જાન્યુઆરીમાં 2021માં જાપાનની ઓકીનાવામાં થશે. આ અમેરિકાનું એરબેઝ છે.

નારંગે આ સિદ્ધી બદલ ખુશી વ્યક્ત કરી
નારંગે અમેરિકાની NGO શીખ કોલિશનને કહ્યું કે હું વેસ્ટ પોઈન્ટ એકેડમીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને ઘણી ઉત્સાહિત અને ખુશ છું. સપનુ પૂર્ણ થવા બદલ હું સન્માનિત થવાની લાગણી અનુભવું છું. જ્યોર્જિયાના શીખ સમુદાયે આગળ વધવામાં મદદ કરી. મારો આત્મવિશ્વાસ વધાર્યો. તે મારા માટે ઘણું મહત્વનું છે. આ લક્ષ્યને મેળવીને હું અમેરિકામાં બીજા શીખોને રસ્તો બતાવીશ. તેઓ કોઈપણ ક્ષેત્રમાં કેરિયર બનાવી શકે છે.

કોણ છે નારંગ?
નારંગ જ્યોર્જિયામાં શીખ પરીવારમાં જન્મની છે. તેની શરુઆતનો અભ્યાસ અહીં થયો છે. તેમનો પરીવાર બે પેઢીઓથી અહીં રહે છે. તેના નાના ભારતીય સેનામાં હતા. નાનપણથી જ તે આર્મીમાં કેરિયર બનાવવા ઈચ્છતી હતી. જ્યારે તે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે  તેનો પરીવાર હવાઈમાં પર્લ હાર્બર નેશનલ મેમોરિયલ જોવા માટે ગયું હતું. ત્યાર પછી તેણે વેસ્ટ પોઈન્ટ મિલિટ્રી એકેડમીમાં એપ્લાઈ કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી.