સંકટ મોચન / અમેરિકામાં ભગવાન હનુમાનની સૌથી ઊંચી મૂર્તિની સ્થાપના
એક જ મજબૂત બ્લેક ગ્રેનાઈટ પર કંડારીને હનુમાનની મૂર્તિ બનાવાઇ
ડેલાવેયર. અમેરિકાના ડેલાવેયર રાજ્યના હોકિસનમાં ભગવાન હનુમાનની સૌથી ઊંચી મૂર્તિની સ્થાપના કરાઈ છે. મૂર્તિની ઊંચાઈ 25 ફૂટ છે. આ અમેરિકામાં કોઈ હિન્દુ ભગવાનની સૌથી ઊંચી મૂર્તિ છે. એક જ મજબૂત બ્લેક ગ્રેનાઈટ પર કંડારીને બનાવેલી આ મૂર્તિને દક્ષિણ ભારતના એક નાનકડા ગામડામાં તૈયાર કરાઈ હતી. અહીં 12થી વધુ શિલ્પકારોએ તેને એક વર્ષમાં તૈયાર કરી હતી.
મૂર્તિને જાન્યુઆરીમાં જ ન્યુયોર્ક પહોંચાડાઈ હતી. તે પછી ડેલાવેર પહોંચતા 11 જૂને અહીં પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ. અમેરિકામાં સ્થાનિક સ્તરે હિન્દુ મંદિર એસોસિએશનની રચના કરાઈ છે. ભવ્ય મંદિરના નિર્માણ માટે 60 હિન્દુ પરિવારોએ 4.5 એકર જમીન ખરીદી હતી. તેના પછી અહીં મહાલક્ષ્મીનું મંદિર બનાવડાવાયું હતું.
હનુમાનજીની મૂર્તિની વિશેષતા
- ભારતમાં બનીને તૈયાર થઇ હતી મૂર્તિ
- ઊંચાઈ: 25 ફૂટ
- વજન: 30 હજાર કિલો