કચ્છના દરિયા કિનારે બિનવારસી હાલતમાં કરોડોની કિંમતના ચરસના 355 પેકેટ મળ્યાં

કચ્છના દરિયા કિનારે બિનવારસી હાલતમાં કરોડોની કિંમતના ચરસના 355 પેકેટ મળ્યાં

ભુજ. પશ્ચિમ કચ્છના દરિયાઇ વિસ્તારમાં શનિવારે રાતથી રવિવાર સાંજ સુધી એક જ દિવસ દરમિયાન કરોડોની કિંમતના ચરસના બિનવારસી 355 પેકેટ મળી આવ્યા હતાં.

પશ્ચિમ કચ્છ પોલીસની જુદી જુદી ચાર ટીમોને માંડવી અને જખૌના દરીયામાંથી કુલ 206 ચરસના પેકેટ બિનવારસી મળી આવ્યા હતા. અબડાસાના સિંધોડીથી સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાં ચરસના 186 પેકેટ જ્યારે માંડવીના દરિયા કિનારાથી ગઢશીશા પોલીસને 18 અને જખૌ પોલીસને 2 પેકેટ મળી કુલ 206 ચરસના પેકેટ મળી આવ્યાં હતાં. 

સ્ટેટ આઇબીની ટીમને 59 ચરસના પેકેટ, મરીન ટાસ્ટ ફોર્સની ટીમને 56  અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને 34 પેકેટ બિનવારસી મળ્યાં હતાં. આ જથ્થો કોનો છે અને ક્યાંથી આવ્યો છે તેની પોલીસ હાથ ધરી છે.