સોનાના ભાવે ફરી રચ્યો ઐતિહાસિક ઈતિહાસ, ગુજરાતમાં સોનું 50 હજારને પાર, એક જ વર્ષમાં 17 હજાર વધ્યું

સોનાના ભાવે ફરી રચ્યો ઐતિહાસિક ઈતિહાસ, ગુજરાતમાં સોનું 50 હજારને પાર, એક જ વર્ષમાં 17 હજાર વધ્યું

ગુજરાતમાં સોનું રૂપિયા 50 હજારને આંબી ગયું છે. એક જ વર્ષમાં રૂપિયા 17 હજારનો વધારો થયો છે. ગત વર્ષે સોનું 33500થી 34000ની વચ્ચે રમતું હતું. ત્યારે આ વર્ષે લોકોને 50 ટકા જેટલું રિટર્ન મળ્યું છે. વૈશ્વિક સ્તરે સોનું 8 વર્ષની ટોચે પહોંચ્યું છે. તમને જણાવીએ કે 24 જૂને સોનાનો ભાવ 50 હજારને પાર થઈ ગયો છે. બુધવારે અમદાવાદમાં સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામે 800 રૂપિયા વધીને 50,300 રૂપિયા સાથે ઑલટાઇમ હાઇ થયો હતો. સોનામાં રોકાણકારોનું આકર્ષણ સતત વધી રહ્યું છે.

સોનાના ભાવે ફરી એકવાર બીજો નવો ઇતિહાસ રચ્યો છે. થોડા દિવસો પહેલા, સોનું 10 ગ્રામ દીઠ 48300 રૂપિયાના નવા રેકોર્ડ પર પહોંચ્યું હતું. આ રેકોર્ડ પણ આજે એટલે 25મી જૂને તૂટી ગયો હતો. આજે દેશભરના બુલિયન બજારોમાં 24 કેરેટનું સોનું 10 ગ્રામ દીઠ 362 રૂપિયા ઉછળીને 48482 રૂપિયા પર પહોંચી ગયું છે. આ સોનાનો સૌથી વધુ ભાવ છે. તે જ સમયે, 23 કેરેટ સોનાનો ભાવ પણ દસ ગ્રામમાં 361 વધી રૂ. 48288 થયો છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત હવે રૂ. 332 વધી રૂ .44410 અને 18 કેરેટ પ્રતિ 10 ગ્રામ 36362 રૂપિયા થઈ ગઈ છે. ચાંદી પણ રૂ .352 વધી છે.

બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વર્ષે સોનું 10 ગ્રામ તોલા દીઠ રૂ .53000 સુધી થઈ શકે છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન દિલ્હીના મીડિયા પ્રભારી રાજેશ ખોસલાના જણાવ્યા મુજબ, દેશભરના 14 કેન્દ્રોમાંથી સોના અને ચાંદીના સરેરાશ ભાવ દર્શાવે છે.

કોરોના મહામારીના સેકન્ડ વેવની શરૂઆત થતા ગોલ્ડ ઇટીએફમાં વૈશ્વિક રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે જેના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ વર્ષની નવી ઉચાઇ પર 1795 ડોલર પહોંચ્યું છે. ચાંદી નજીવી વધઘટે અથડાઇ પ્રતિ કિલોગ્રામ રૂ.49500 બોલાઇ રહી છે. ગતવર્ષે જૂન માસમાં સોનું 33500-34000ની રેન્જમાં હતું જે વધીને આ વર્ષે અત્યારે રૂ.50300 પહોંચ્યું છે.

2019માં સોનાના ભાવ 24 ટકા વધ્યા

એક વર્ષ પહેલા 31 ડિસેમ્બર 2018ના રોજ 24 કેટેર શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 32,270 રૂપિયા હતો. એ વર્ષના છેલ્લા દિવસે સોનાનો ભાવ દસ ગ્રામે 256 રૂપિયા વધીને 39,985 રૂપિયા થયો. એટલે કે 24 ટકા વધારો થયો.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટના મતે સોના અને ચાંદીના સરેરાશ ભાવ નીચે મુજબ છે.   સોના અને ચાંદીના ભાવો 24 જૂન 2020 ના રોજ નીચે મુજબ છે.

સોનું2424 જૂનનો ભાવ (રૂપિયા/10/ગ્રામ)23 જૂનનો ભાવ (રૂપિયા/ 10 ગ્રામ)ભાવમાં ફેરફાર (રૂપિયા/10 ગ્રામ)
Gold 9994848248120362
Gold 9954828847927361
Gold 9164441044078332
Gold 7503636236090272
Gold 5852836228150212
Silver 99948792 Rs/Gm48440 Rs/Gm352 RS/Gm