નસીબ / અમેરિકામાં 50 વર્ષીય પુરુષ બે વખત 30 કરોડ રૂપિયાની લોટરી જીત્યો

નસીબ / અમેરિકામાં 50 વર્ષીય પુરુષ બે વખત 30 કરોડ રૂપિયાની લોટરી જીત્યો

મિશિગન. અમેરિકાના મિશિગન રાજ્યમાં 50 વર્ષીય માર્ક ક્લાર્કનું નસીબ એકવાર નહિ પણ બે વાર રાતોરાત ચમક્યું છે. માર્ક બીજી વાર 4 મિલિયન ડોલરની મિશિગન લોટરી જીતી ગયો છે. માર્કે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે રાતોરાત 60 કરોડ રૂપિયાનો માલિક બની જશે.

આની પહેલાં માર્કે વર્ષ 2017માં 4 મિલિયન એટલે કે 30 કરોડ રૂપિયા લોટરીમાં જીત્યા હતા. તેણે કહ્યું કે, તમે ક્યારેય પોતાના વિશે વિચાર્યું નહિ હોય કે એક દિવસ તમે કરોડો રૂપિયા જીતશો અને બીજીવાર કરોડો રૂપિયા જીતશો તેવું પણ નહિ વિચાર્યું હોય. અત્યારે હું શું અનુભવી રહ્યો છું તેને શબ્દોમાં કહેવું ઘણું અઘરું છે. મને લાગે છે મારા પિતાના લકી કોઈનને લીધે હું આ લોટરી બે વખત જીતી શક્યો.

10 વર્ષ પહેલાં માર્કના મૃત પિતાએ તેને એક સિક્કો આપ્યો હતો અને માર્ક દર વખતે તેની મદદથી જ લોટરી ટિકિટને સ્ક્રેચ કરતો હતો. તેણે કહ્યું કે, મેં જીંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. પણ હવે પછીની લાઈફમાં બધું સારું જ થશે.