PM મોદીએ અમેરિકાને અભિનંદન આપતા ગદગદ થયા ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું- થેંક્યૂ મારા…

PM મોદીએ અમેરિકાને અભિનંદન આપતા ગદગદ થયા ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું- થેંક્યૂ મારા…

અમેરિકા આજે પોતાનો 244મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ડૉનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા સંદેશ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પે પીએમ મોદીને જવાબ આપતા કહ્યું હતું કે, થેંક્યૂ મારા મિત્ર. અમેરિકા ભારતને પ્રેમ કરે છે.

આ અગાઉ પીએમ મોદીએ અમેરિકાને સ્વતંત્રતા દિવસના અભિનંદન પાઠવતા લખ્યું હતું કે, હું અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના લોકોને અમેરિકાના 244માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવું છું. દુનિયાના સૌથી મોટા લોકતંત્ર તરીકે અમે આઝાદી અને માનવ ઉદ્યમને મહત્વ આપીએ છીએ અને તે મૂલ્યોને લઈને તેની ઉજવણી કરીએ છીએ.