20 વર્ષમાં રોજ 20 સિગારેટ પીવાથી થતું નુકસાન બીજી લહેરનો વાઇરસ 2થી 3 દિવસમાં કરે છે, ફેફસામાં 70 ટકા સુધી ઇન્ફેક્શન થાય છે

20 વર્ષમાં રોજ 20 સિગારેટ પીવાથી થતું નુકસાન બીજી લહેરનો વાઇરસ 2થી 3 દિવસમાં કરે છે, ફેફસામાં 70 ટકા સુધી ઇન્ફેક્શન થાય છે

  • પહેલી લહેરમાં વાઇરસ 5 દિવસે ફેફસાંમાં પહોંચતો હતો, હવે બીજા દિવસે પહોંચે છે અને 50થી 70% ઇન્ફેક્ટ કરે છે
  • ફેફસાંમાં ઇન્ફેક્શનનું પ્રમાણ વધતાં સુરત સિવિલમાં 70 ટકા દર્દીઓ ઓક્સિજન પર છે

કોરોનાના બીજા વેવમાં વાઈરસનો સ્ટ્રેન બદલાતા કેસ અને મૃત્યુની સંખ્યામાં રાજયભરમાં ચોંકાવનારો વધારો થયો છે. તેનુ કારણ એ છે કે, પ્રથમ વેવમાં વાઈરસ શરીરમાં પ્રવેશે તેના પાંચ કે સાત દિવસ પછી ફેફસાં સુધી પહોંચતો હતો. અત્યારની પેટર્નમાં વાઈરસ શરીરમાં પ્રવેશે તેના બીજા કે ત્રીજા દિવસે જ સીધો ફેફસાં સુધી પહોંચી જાય છે. અને ફેફસાં સુધી પહોંચે એટલું જ નહીં પરંતુ 50 થી 70 ટકા ફેફસાંને ઈન્ફેકટ કરી દે છે.

હજુ તો કોઈ દર્દીએ એન્ટીજન, આરટીપીસીઆર કે સીટી સ્કેન કરાવ્યો હોય અને તેનુ પરિણામ આવે તેના 24 કલાકમાં જ ફેફસાંમાં ઈન્ફેકશનુનું પ્રમાણ 50 થી 70 ટકાએ પહોંચી જતુ હોય છે. આ કારણે સેકન્ડ વેવમાં મોત વધી રહ્યાં હોવાનું તબીબોનું માનવું છે. પલ્મોનોલોજીસ્ટનું કહેવુ છે કે, કોઈ વ્યકિત રોજની 20 સિગારેટ સતત 20 વર્ષ સુધી પીવે ત્યારે ફેફસાં આટલા ડેમેજ થઈ શકે છે જે વાઈરસના કારણે બે થી ત્રણ દિવસમાં થઈ જાય છે.

સુરતની સિવિલમાં 80 ટકા દર્દીઓ ઓક્સિજન પર
સુરત સિવીલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 80 ટકા દર્દીઓ ઓકિસજન પર છે. જેમના આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પૈકીના મોટા ભાગના દર્દીઓના સીટી સ્કેન કરાવવામાં આવ્યા નથી કેમ કે, 700 થી વધુ દર્દીઓના સીટી સ્કેન કરાવવા શકય નથી. પરંતુ ડોકટરો કહે છે કે, ઓકિસજન પર દર્દી ત્યારે જ હોય જયારે તેમના ફેફસાં 40 ટકા કરતા વધુ ડેમેજ હોય શકે છે. અને રોજબરોજ જે નવા દર્દી દાખલ થાય છે તેમાં પણ 89 ટકા દર્દીઓને ઓકિસજનની જરૂર પડે છે. જો 15 થી 29 ટકા ફેફસાં ઈન્ફેકટ થયા હોય તો તેવા દર્દીને ઓકિસજનની જરૂર પડતી નથી.

પ્રથમ વેવનો પાંચમો દિવસ – ફેફસાંને સામાન્ય ઇન્ફેક્શન
પ્રથમ વેવમાં વ્યક્તિને ચેપ લાગતો હતો ત્યારે પહેલા 5થી 7દિવસમાં સિટી સ્કેનનો રિપોર્ટ નોર્મલ આવતો હતો. જૂજ કિસ્સામાં જ ઇન્ફેક્શન 50 ટકાથી ઉપર આવતું હતું.

બીજો વેવનો બીજો દિવસ – 50 ટકા ઇન્ફેક્શન થયું
ઇન્ફેક્શન સ્પેશ્યાલિસ્ટ ડો. પ્રતીક સાવજના જણાવ્યા અનુસાર પ્રથમ વેવ કરતા હાલનો બીજો વેવ વધુ ઘાતક છે. કારણ વાઈરસની પેટર્ન બદલાઈ છે. ત્રણ દિવસમાં મોટા ભાગના દર્દીઓના ફેફસાં 30 થી 70 ટકા ડેમેજ થઈ જાય છે.ઓકિસજનની વધુમાં વધુ જરૂર પડે છે. અને આ સ્થિતિ યંગસ્ટર્સમાં પણ વધુ જોવા મળી રહી છે.

બીજો વેવનો ત્રીજો દિવસ – 70 ટકા ઇન્ફેક્શન થયું
દર્દી દાખલ થયાના ત્રીજા જ દિવસે 70% ઇન્ફેક્શન
અમરેલીના દર્દીને કોરોના થયા બાદ ત્યાં દાખલ થવા માટે પ્રયાસ કર્યા પણ ત્યાં બેડ નહીં મળતા સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા.ગુરુવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને શનિવારે સવારે તેઓ અહીં દાખલ થયા. અહીં ડોકટરે સિટી સ્કેન કરાવ્યું તો તેમનાં ફેફસાંમાં 70 ટકા ઈન્ફેકશન ફેલાઈ ગયું છે. માત્ર ત્રણ જ દિવસમાં હજુ તો દર્દી દાખલ થાય તે પહેલા ફેફસાં વાઈરસ લોડથી ભરાઈ ગયા છે. પ્રથમ વેવમાં આવી સ્થિતિ 7 થી દસમાં દિવસે અને દર્દી મોડો હોસ્પિટલમાં દાખલ થયો હોય ત્યારે જોવા મળતી હતી.

( Source – Divyabhaskar )