ચંદ્રની સપાટીથી માત્ર 2.1 km દૂર હતુ લેંડર વિક્રમને ઘટી દુર્ઘટના, તુટી ગયો સંપર્ક

ચંદ્રની સપાટીથી માત્ર 2.1 km દૂર હતુ લેંડર વિક્રમને ઘટી દુર્ઘટના, તુટી ગયો સંપર્ક

ચંદ્ર પર ચંદ્રયાનનું સોફ્ટ લેડિંગ દરમિયાન સૌથી મુશ્કેલ એવી 15 મીનીટ સાચે જ ઘાતક સાબિત થઈ હતી. બરાબર લેન્ડિગ વખતે જ ચંદ્રયાનનું લેંડર વિક્રમ ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટર દૂર હતુ ત્યારે જ તેનો સંપર્ક તૂટી ગયો હતો. આ માહિતી મળતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર ​​​​​​મોદી ISRO સેન્ટરથી બહાર નિકળી ગયા હતાં. જોકે થોડી જ ક્ષણોમાં તેઓ ફરી પાછા ઈસરો પાછા ફર્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારતા અને પ્રસંશા કરતા કહ્યું છે કે,‘તમે દેશની મોટી સેવા કરી છે. આ કોઇ નાની સિદ્ધિ નથી. હું તમારી સાથે છું, સમગ્ર દેશ તમારી સાથે છે. તમે દેશની મોટી સેવા કરી છે. આપણી યાત્રા આગળ પણ ચાલુ રહેશે. મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન.’ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ના ઉતરવાની ઘટનાના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગ્લોરમાં આવેલા ઈસરોમાં પહોંચ્યા હતા.

વિક્રમનો સંપર્ક તુટ્યો

એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, લેંડર વિક્રમ સાથે ઈસરોનો સંપર્ક તુટી ગયો છે. લેંડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન બંને ખોવાઈ ગયા છે. આ ઘટના ત્યારે ઘટી હતી જ્યારે ચંદ્રયાનનું લેંડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર 2.1 જ કિલોમીટર દૂર હતુ. જોકે આ મામલે ઈસરોએ હજી સુધી કોઈ જ જાણકારી આપી નથી. જોકે ઈસરો હજી પણ આંકડાની રાહ જોઈ રહ્યું છે.

નોંધનીય વાત એ છે કે, કંટ્રોલરૂમનો માહોલ જોતા લાગી રહ્યું છે કે, ઈસરોના મહત્વપૂર્ણ મિશન ચંદ્રયાન સાથે છેલ્લી ઘડીએ કંઈક અઘટીત ઘટી ગયું છે.

ઈસરો કરી શકે છે જાહેરાત

ઈસરો તરફથી જણાવવામાં છે કે, હજીએ ડેટા વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. પ્રારંભીક તબક્કે બધુ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ છેલ્લા તબક્કામાં વિક્રમ સાથેનો સંપર્ક તુટી ગયો. ઈસરોના જણાવ્યા પ્રમાણે હાલ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.ત્યાર બાદ થોડી વારમાં આ મામલે જાહેરાત કરવામાં આવશે.

ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમે આજે શુક્રવારે રાત્રે 1.30થી 2.30 દરમિયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવાનું હતું. વિક્રમમાંથી રોવર પ્રજ્ઞાન સવારે 5.30થી 6.30 દરમિયાન બહાર આવવાનું હતું. પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર એક લૂનર ડે (ચંદ્રનો એક દિવસ)માં જ ઘણાં પ્રયોગો હાથ ધરનાર હતું. ચંદ્રનો એક દિવસ ધરતીના 14 દિવસ બરાબર હોય છે