ગરીબ પિતાએ મદદ માટે હાથ લંબાવ્યો, PM મોદીએ 30 લાખનો ધોધ વરસાવી દીધો

ગરીબ પિતાએ મદદ માટે હાથ લંબાવ્યો, PM મોદીએ 30 લાખનો ધોધ વરસાવી દીધો

ઉત્તર પ્રદેશના આગરામાં રહેતા એક શ્રામિકની 16 વર્ષની પુત્રી છેલ્લા એક વર્ષથી ગંભીર બિમારીથી પીડાઇ રહી છે. કહેવાય છે કે દિકરી અપ્લાસ્ટિક એનીમિયાથી પીડાઇ રહી હોવાથી તેના શરીરમાં નવા બ્લડસેલ બનતાં અટકી ગયા છે. પિતા મજૂરી કામ કરે છે અને ખરાબ આર્થિક સ્થિતી હોવાથી સારવાર નથી કરાવી શકતો. તેવામાં આ શ્રામિકે વડાપ્રધાનને મદદ કરવા પોકાર કર્યો અન્યથા આત્મહત્યા કરવાની મંજૂરી માંગી. વડાપ્રધાન મોદીએ તે દિકરીની સારવાર માટે રૂપિયા 30 લાખ ફાળવ્યા છે.

શ્રામિક પિતા સુમેરસિંહે જણાવ્યું હતું કે પુત્રીની સારવાર માટે દિલ્હી લઇને ગયા હતા પરંતુ કોઇ તબીબે દિકરીને ના તપાસી. પછી જયપુર લઇ ગયા તો તબીબોએ કહ્યું કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે અને રૂપિયા 10 લાખ ખર્ચ થશે તેવા અંદાજ આપ્યા હતા. તે ખર્ચ અંદાજ એટાના સાંસદને બતાવી તેમની પાસેથી મદદ માગતાં સાંસદે એક પત્ર આપીને દિકરીને દિલ્હીમાં હોસ્પિટલમાં બતાવવા સલાહ આપતાં આશ્વાસન આપ્યું કે જરૂરત મુજબ નાણા મળી જશે. પરંતુ તે પછી 15 દિવસ સુધી કોઇ પ્રતિભાવ ના મળ્યો. તે દરમિયાન વડાપ્રધાન રાહત ભંડોળમાંથી પણ નાણા મળ્યા, પરતં સારવાર માટે પુરતા પૈસા નહોતા.

પુત્રીની સારવાર પાછળ ખર્ચ કર્યા 7 લાખ રૂપિયા
આગરામાં રહેનારા સુમેરસિંહે કહ્યું કે પોતાની પુત્રીની સારવાર પાછળ તેઓ રૂપિયા 7 લાખ ખર્ચી ચુક્યા છે. જમીન -મકાન બધું વેચી દીધું છે. પુત્રી અપ્લાસ્ટિક એનીમિયાથી પીડાઇ રહી હોવાથી દર સપ્તાહે તેનું લોહી બદલવું પડે છે. તેને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સારવાર આપવી જરૂરી છે. સંભવિત મેચની શોધ માટે દિકરીના ભાઇ બહેનના ટેસ્ટ કરાવવા પાછળ પણ હજારો ખર્ચી ચુક્યા છે.

વડાપ્રધાનને લખ્યો પત્ર
સુમેરસિંહે હારી થાકીને આખરે વડાપ્રધાન મોદીને પત્ર લખીને જણાવ્યું કે, ‘ વડાપ્રધાન દિકરીની સારવાર માટે મદદ કરો, મદદ ના કરી શકતા હોવ તો મને આત્મહત્યા કરવાની મંજૂરી આપો.’ સુમેરસિંહનો આ પત્ર મળતાં વડાપ્રધાન મોદીએ સુમેરસિંહની દિકરીની સારવાર માટે રૂપિયા 30 લાખની ફાળવણી કરી દીધી છે. વડાપ્રધાન કાર્યાલયે આ રકમ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાંથી આ રકમની ફાળવણી કરી છે.