કોરોના શરીરમાં કેવી રીતે પ્રવેશે છે, કેવી રીતે સંક્રમણ ફેલાવે છે અને શું નુંકશાન પહોંચાડે છે

કોરોના શરીરમાં કેવી રીતે પ્રવેશે છે, કેવી રીતે સંક્રમણ ફેલાવે છે અને શું નુંકશાન પહોંચાડે છે

ભારત સહિત દુનિયા આખી ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસથી ત્રસ્ત છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં 15 લાખથી પણ વધારે લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે જ્યારે 89 હજાર લોકોના મોત નિપજ્યા છે. જોકે એ જાણવુ મહત્વનું છે કે, કોઈ વ્યક્તિમાં જ્યારે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય છે ત્યારે તેમાં ક્યારે અને કેવા પ્રકારના લક્ષણ જોવા મળે છે.

કેવી રીતે ફેલાય છે કોરોના સંક્રમણ?

કોરોના વાયરસ એટલે કે SARS-Cov-2 શ્વાસ વતી શરીરમાં પ્રવેશે છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિ નજીકમાં આવીને છીંક કે ઉધરસ ખાય તો આસપાસમાં હાજર રહેલા લોકોના શ્વાસ વાટે તે વાયરસ ફેલાય છે. તે ઉપરાંત જ્યાં કોરોના વાયરસ છે તે વસ્તુઓ, દિવાલોને સ્પર્ષ કરવાથી વાયરસના સંપર્કમાં આવે છે અને તે ઝપટમાં લે છે. સંક્રમણવાળી જગ્યાએ અડ્યા બાદ તે હાથ પોતાના ચહેરાને સ્પર્ષો છો તો પણ વાયરસનો ચેપ ફેલાય છે. જોકે હેંડ સેનેટાઈઝર કે વારંવાર હાથ ધોવાથી તેનું સંક્રમણ ફેલાતુ નથી.

પહેલો તબક્કો

કોરોના વાયરસનો પહેલો ટાર્ગેટ વ્યક્તિના ગળાની કોશિકાઓ અને ફેફસા હોય છે અને સંક્રમણ બાદ આ ભાગ ‘કોરોના વાયરસની ફેક્ટરી’માં ફેરવાઈ જાય છે. આ સંક્રમિતોની કોશિકાઓથી વધારે વાયરસ ફેલાય છે જે વ્યક્તિના શરીરની વધારે કોશિકાઓને ચેપ લગાવવાનું શરૂ કરી દે છે. આ ઈનક્યૂબેશન પીરિયડની શરૂઆત છે, જે દરમિયાન દર્દીને પોતાને પણ ખબર નથી હોતી કે તે બિમાર છે. કેટલાક લોકોમાં તો તેના લક્ષણ પણ દેખાતા નથી. આવા લોકોને એસિમ્પટોમૈટિક કેરિયર કહેવામાં આવે છે. જુદા જુદા લોકોમાં આ ઈનક્યૂબેશન પીરિયડ જુદા જ્દા હોય છે અને તેની ટકાવારી 5 દિવસની હોય છે.

શાંતિકાળ

કોરોના વાયરસથી સંક્રમિત થનારા 80 ટકા દર્દીઓમાં આ બિમારી તાવ અને ખાંસીના સ્વરૂપમાં હલકા સંક્રમણ રૂપે સામે આવે છે. આ ઉપરાંત સાથે અન્ય લક્ષણ પણ લાવે છે જેમ કે શરીરમાં દુખાવો, ગળામાં ખારાશ અને માથાનો દુખાવો જેવા લક્ષણ પણ સામે આવે છે. તાવ અને બિમાર હોવાનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે દર્દીના શરીરની ઈમ્યૂન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકાર તંત્ર કોઈ વાયરસ સામે લડી શકે છે. વાયરલ ઈન્ફેક્શન સામે લડવા માટે આપણુ શરીર સઈટોકાઈન્સ નામના એક કેમિકલને છોડે છે.

હોસ્પિટલમાં દાખલ થયા વગર જ સાજો થઈ શકે છે દર્દી

કોરોના વાયરસના કારણે શરૂઆતમાં જે ખાંસી થય છે તે સુકી હોય છે. જેનું એક કારણ એ હોય છે કે, સંક્રમિત કોશિકાઓ ગળામાં બળતરા, દુખાવો અને અસહજતા પેદા કરે છે. કેટલાક લોકોને સુખી ખાંસી થોડા જ દિવસોમાં એવી થઈ  જાય છે કે તેની સાથો સાથ કફ પણ આવવા લાગે છે. આ કોઈ સામાન્ય કફ નથી હોતો પણ તેમાં વાયરસના કારણે મૃત કોશિકાઓ હોય છે. આ તબક્કો સામાન્ય રીતે એક સપ્તાહનો હોય છ્હે અને તે દરમિયાન વાયરસને કેટલીક સાવધાનીઓથી હરાવી શકાય છે. આ સ્ટેજમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી હોતી. માત્ર આરામ, વધારે પ્રમાણમાં પ્રવાહી પદાર્થો લેવા અને પેરાસિટમોલ ખાવાથી દર્દી સાજો થઈ શકે છે. આ દરમિયાન આપણા શરીરની ઈમ્યુન સિસ્ટમ વાયરસ સામે લડે છે અને જો આ દરમિયાન આ પ્રકારની સામાન્ય પણ જરૂરી સાવચેતી રાખવામાં આવે તો ઈમ્યૂન સિસ્ટમ વાયરસને હરાવે છે અને દર્દી સાજો થઈ જાય છે.

ખતરાની ઘંટી

પણ જો આ બિમારી ગંભીર બની ગઈ તો તે ફેફસાને નુંકશાન પહોંચાડે છે. આ વાયરસ વિરૂદ્ધ લડવા માટે આપણી ઈમ્યૂન સિસ્ટમ સંપૂર્ણ તાકાત લગાવી દે છે. તેમ છતા જો વાયરસનું પલ્લ્લુ ભારે રહે તો શરીરનું તાપમાન વધી જાય છે. એટલે કે તાવ વધી જાય છે. જો ફેફસામાં બળતારા થાય તો તે ન્યૂમોનિયાનું સ્વરૂપ ધારણ કરી લે છે. આ સ્થિતિમાં ફેફસાના એર સાક્સ એટલે કે હવાની થેલીઓમાં પાણી ભરાવવાનું શરૂ થઈ જાય છે. જેના કારણે દર્દીને શ્વાસ લેવામાં ભારે તકલીફ થાય છે. આ તકલીફ વધવાથી શ્વાસ લેવા માટે વેંટિલેટરની મદદ લેવી પડે છે. કોરોના વાયરસના લગભગ 14 ટકા કેસ આ ચરણમાં પહોંચે છે.

નાજુક પળ

કોરોના વાયરસથી 6 ટકા કેસ ખુબ જ ગંભીર શ્રેણીમાં પહોંચે છે. આ સ્ટેજમાં શરીરની ઈમ્યૂન સિસ્ટમ બેકાબુ બની જાય છે અને તે વાયરસના બદલે શરીરને જ નુંકશાન પહોંચાડે છે. આ સ્થિતિમાં બ્લડ પ્રેશર ખુબ જ વધી જાય છે અને શરીરના અંગો કામ કરતા બંધ કરી દે તેવી શક્યતા ઉભી થાય છે. આ સ્ટેજમાં દરી એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમનો પીડિત હોય છે અને તે દરમિયાન ફેફસામાં બળતરા ખુબ જ વધારે થવા લાગે છે. જેના કારણે શરીરને પુરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળ્યું. આ સ્થિતિમાં અંતિમ પ્રયાસના ભાગરૂપે કૃત્રિમ ફેફસાનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ત્યાં સુધીમાં તો શરીરના અંગો એ હદે ક્ષત્રીગ્રસ્ત થઈ ગયા હોય છે કે, તે શરીરને જીવતુ રાખવામાં અસમર્થ બને છે.