કેનેડામાં 3 ગુજરાતી વિદ્યાર્થીઓનાં રોડ એક્સિડેન્ટમાં કમકમાટીભર્યાં મોત, એકની હાલત ગંભીર

કેનેડામાં 3 ગુજરાતી વિદ્યાર્થીઓનાં રોડ એક્સિડેન્ટમાં કમકમાટીભર્યાં મોત, એકની હાલત ગંભીર

કેનેડામાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયેલાં ગુજરાતનાં ત્રણ વિદ્યાર્થીઓનાં રોડ એક્સિડેન્ટમાં મોત નિપજ્યા છે. જ્યારે એક વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાનું જાણવામાં મળી રહ્યું છે. ત્રણ ગુજરાતી વિદ્યાર્થીઓ જેમનાં મોત નિપજ્યા છે, તેમાં એક જંબુસર, એક ભરૂચ અને એક સ્ટુન્ડટ અંકલેશ્વરનો હાવોનું સામે આવી રહ્યું છે. વિદેશમાં ભણવાં મોકલેલાં પુત્રોનાં કમકમાટીભર્યા મોત નિપજતાં પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડા ગયેલાં પાંચ વિદ્યાર્થીઓ એક જ રૂમમાં રહેતાં હતા. અને રવિવારે વીકએન્ડ હોવાથી જોડે રહેતાં પાંચ મિત્રોમાંથી ચાર મિત્રો કારમાં ફરવા માટે બહાર ગયા હતા. પરત ફરતી વખતે તેમની કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વિદ્યાર્થીઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવાનની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.

રૂમમાં રહેતાં પાંચમો મિત્ર કે જે સાથે ફરવા ગયો ન હતો, તેણે મૃતકોનાં પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરી હતી. કેનેડામાં ઉચ્ચ અભ્યાસ અર્થે મોકલેલાં વ્હાલસોયા પુત્રનાં અકસ્માતમાં મોત નિપજતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તો વિદેશમાં ભરૂચ, જંબુસર અને અંકલેશ્વરના વિદ્યાર્થીઓનાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં આઘાત છવાઈ ગયો હતો.