આજથી સંસદનું શિયાળુ સત્ર : શિવસેના વિપક્ષમાં બેસશે

આજથી સંસદનું શિયાળુ સત્ર : શિવસેના વિપક્ષમાં બેસશે

મંદી, ખેડૂતોની નબળી સ્થિતિ, કાશ્મીર, બેરોજગારીના મુદ્દા સંસદમાં ગૂંજશે

શિવસેનાને લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષની બાજુમાં બેઠક ફાળવવામાં આવી

પક્ષોને મનાવવા મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી, જોકે સંસદમાં દરેક મુદ્દાઓ પર ચર્ચાની વિપક્ષે માગણી કરી

સિટિઝન સુધારા બિલ આ વખતે પસાર થઇ જાય તેવી સરકારને આશા, વિપક્ષ પણ પુરા વિરોધ માટે મક્કમ

નવી દિલ્હી, તા.17 નવેમ્બર, 2019, રવિવાર

સોમવારથી સંસદનું શીયાલુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. આ પરિસિૃથતિ વચ્ચે હવે વિપક્ષે પણ કમર કસી લીધી છે અને સરકારને વિવિધ મુદ્દે આ સત્રમાં ઘેરશે.

ખાસ કરીને હાલ દેશમાં આિર્થક મંદીનો માહોલ હોવાથી વિપક્ષ આિર્થક નબળી સિૃથતિને લઇને જ સરકાર પર સવાલોનો મારો ચલાવશે. દરમિયાન મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે કેટલાક મહત્વપૂર્ણ બિલ પસાર થઇ શકશે.

જ્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ કાશ્મીરમાં થયેલી અટકાયતનો મામલો ઉઠાવી શકે છે. અગાઉ આઝાદ કાશ્મીરમાં અટકાયતમાં લેવામાં આવેલા પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લા અને અન્ય નેતાઓની અટકાયત મામલે સરકારને ઘેરી ચુક્યા છે.

હાલમાં મહારાષ્ટ્રમાં અને અન્ય કેટલાક રાજ્યોમાં એનડીએના સાથી પક્ષો છેડો ફાડવા લાગ્યા છે અને વિપક્ષનો સાથ આપવા લાગ્યા છે, તેથી પુરી શક્યતાઓ છે કે તેની અસર સંસદમાં પણ આ સત્ર દરમિયાન જોવા મળશે.  લોકસભામાં શિવસેનાના 18 સાંસદો છે જ્યારે રાજ્યસભામાં ત્રણ સાંસદો છે.

હાલ મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણ વચ્ચે શિવસેનાએ એનડીએ સાથે છેડો ફાડયો છે. જેને પગલે હવે શિવસેનાના સાંસદો વિપક્ષ બાજુની બેઠક વ્યવસૃથા તરફ બેસી ગયા છે જ્યારે બીજી તરફ રાજ્યસભામાં પણ શિવસનેના સાંસદો સરકારને ઘેરી શકે છે. તેથી આ વખતનું શિયાળુ સત્ર વધુ ઘમાસાણ વાળુ બની રહેશે.

આ દરમિયાન સરકારે પણ કેટલાક બિલ પસાર કરવાની તૈયારી કરી લીધી છે. ખાસ કરીને સિટિઝન સુધારા બિલને લોકસભા રાજ્યસભામાંથી પસાર કરવાની આશા છે.

 આ પહેલા પણ સરકાર અગાઉના સત્રોમાં આ બિલ મુકી ચુકી છે પણ પસાર નથી થઇ શક્યું.  દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મોદીએ દરેક પક્ષોને એવી ખાતરી આપી હતી કે આ વખતનું શિયાળુ સત્ર વધુ પ્રોડક્ટિવ રહેવું જોઇએ.

વિપક્ષે જોકે માગણી કરી હતી કે આ સત્ર દરમિયાન બેરોજગારી, ખેડૂતોની પાયમાલ થઇ રહેલી આિર્થક સિૃથતિ, દેશમાં હાલ મંદીનો માહોલ છે વગેરે મુદ્દે ચર્ચા થવી જોઇએ. જ્યારે સર્વપક્ષીય બેઠકમાં પણ અનેક નેતાઓએ કાશ્મીરના નેતા ફારૂક અબ્દુલ્લા જેવાની અટકાયતનો મામલો પણ ઉઠાવ્યો હતો.

દરમિયાન મોદીએ પણ આ બેઠકમાં સર્વ પક્ષોને ખાતરી આપી હતી કે દરેક પ્રકારના મુદ્દાઓની ચર્ચા માટે સરકાર તૈયાર છે. આ સર્વપક્ષીય બેઠકમાં  ડેરેક ઓ બ્રેન, ચિરાગ પાસવાન, રામ ગોપાલ યાદવ, જયદેવ ગલ્લા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પાસવાને મહિલા અનામત બિલનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. 

સરકાર સંસદમાં 35 જેટલા બિલ રજુ કરશે

સોમવારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે સરકાર 35 જેટલા બિલ સંસદમાં પસાર કરવા માટે મુકશે. આ બિલમાં નાગરિક્તા સંશોધન બિલનો પણ સમાવેશ થાય છે, જેનો વિપક્ષ ભારે વિરોધ કરી રહ્યું છે.

અન્ય જે મહત્વપૂર્ણ બિલ સંસદમાં રજુ કરવામાં આવશે તેમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા બિલ, ઇ સિગારેટ પ્રતિબંધ અંગેનું બિલ, બાળ ન્યાય સંશોધન બિલ, ખાનગી ડેટા સુરક્ષા બિલ, વરિષ્ઠ નાગરીક ભરણપોષણ બિલ, રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી બિલ, કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી બિલનો પણ સમાવેશ થાય છે.