સ્વાહા…:ઠંડી દૂર કરવા લાખોની કડકડતી નોટો અને સોના-ચાંદીના દાગીનાનું કરી દીધું તાપણું, સાથે 2 એન્ડ્રોઇ ફોન પણ હતા

તાપણામાં 500-500ની કડકડતી નોટોના ટૂકડા અને એક ધારદાર હથિયાર મળી આવ્યું છે

શિયાળામાં લોકો ઠંડી દૂર કરવા વિવિધ ઉપાય કરતા હોય છે, પરંતુ ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાં એક માનસિક વિકલાંગ વ્યક્તિએ ઠંડી દૂર કરવાનો જે ઉપાય કર્યો છે એ દરેકને આશ્ચર્ય કરે એવો છે. મહોબા શહેરના કોતવાલી વિસ્તારના જૂના શાકભાજી માર્કેટમાં એક માનસિક વિકલાંગ વ્યક્તિએ ઠંડીથી બચવા માટે 500-500ની નોટો આગમાં સળગાવી દીધી છે. બુંદેલખંડ જેવા વિસ્તારોમાં ખૂબ ગરીબી જોવા મળે છે, એવા સમયે અહીં આ પ્રકારની ઘટના સામે આવતાં આ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ઘટનાને નજરે જોનારાઓએ સમગ્ર હકિકત જણાવી હતી.

આસપાસના સ્વચ્છતા કાર્યકર્તાઓના જણાવ્યા પ્રમાણે, આ વ્યક્તિએ કચરાના ઢગલામાં લાખોની રોકડ, બે એન્ડ્રોઈડ ફોન, સોના-ચાંદીના દાગીના અને એક તેજ હથિયાર સળગાવી દીધાં છે. આસપાસના લોકોનું કહેવું છે કે આ વ્યક્તિ પહેલેથી પાગલ છે અને તે અહીં-તહીં ફરતી રહેતી હોય છે. આ ઘટના પછી પણ તે હસતો રહે છે અને કહે છે કે શું કરું, મને ઠંડી લાગી તો જે મળ્યું એને સળગાવીને ઠંડીથી છુટકારો મેળવી લીધો.

500ની નોટો તાપણું કરવા સળગાવી દીધી.

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તેમણે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ મામલે ઘણા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ મુખ્ય સવાલ એ ઊભો થાય છે કે આ પાગલ માણસ પાસે આટલીબધી રોકડ અને દાગીના આવ્યા ક્યાંથી. જોકે હવે આ વિચિત્ર ઘટના વિશે પોલીસ અને પ્રશાસન પણ કઈ બોલવા તૈયાર નથી.

પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

World
Ashadeep Newspaper

અમેરિકાએ નાણાં આપ્યાં અને પાકિસ્તાને આતંકવાદીઓ તૈયાર કર્યા : ઇમરાન ખાન

। ઇસ્લામાબાદ । આતંકવાદના મુદ્દે સમગ્ર વિશ્વમાંથી જાકારો મેળવી રહેલા પાકિસ્તાને હવે રહી રહીને સ્વીકારવાનું શરૂ કર્યું છે કે પાકિસ્તાનની

Read More »
World
Ashadeep Newspaper

વુહાનથી ફેલાયો કોરોના : રિપોર્ટમાં દાવો- WHOને વુહાનથી જ વાઈરસ ફેલાયાના સંકેત મળ્યાં; જલ્દી જ પ્રાથમિક રિપોર્ટ રજૂ કરશે

કોરોનાની ઉત્પતિની તપાસ માટે ચીન ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની ટીમના હાથે નોંધપાત્ર પુરાવા લાગ્યા છે. ટીમને તે વાતના પણ

Read More »