સંસદમાં અમિત શાહનો હુંકાર, દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે

મોદી સરકારે ભારતમાં રહેતા ગેરકાયદેસર ઘુષણખોરો વિરૂદ્ધ આકરૂ વલણ અપનાવ્યું છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં સ્પષ્ટ કર્યું હતું કે, દેશની એક એક ઈંચ જમીન પર ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા એક એક ઘુષણખોરની ઓળખ કરીને તેમને આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત હાંકી કાઢવામાં આવશે.

આજે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, હાલ આસામમાં જે એનઆરસી છે તે આસામમાં સમજુતીનો ભાગ છે. તેમણે કહ્યું હતું કે, સૌકોઈએ સદનમાં રાષ્ટ્રપતિનું ભાષણ સાંભળ્યું હશે, જે ઘોષણાપત્રના આધાર પર અમે ચૂંટાઈને આવ્યા છીએ તેમાં પણ આ વાત સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે. દેશની એક એક ઈંચ જમીન પર જેટલા પણ ગેરકાયદે વિદેશી પ્રવાસીઓ રહે છે, ઘુષણખોરી કરે છે, તેની અમે ઓળખ કરીશું અને આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત તેમને ડિપોર્ટ કરી દઈશું.

શાહે જણાવ્યું હતું કે, એનઆરસીને લાગુ કરવા પાછળ સરકારના ઈરાદા એકદમ સ્પષ્ટ છે. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રપતિ અને સરકાર પાસે 25 લાખથી વધારે એવા આવેદન આવ્યા છે જેમાં એ દાવો કરવામાં આવ્યો છે કે, કેટલાક ભારતીયોને ભારતના નાગરિન નથી માનવામાં આવ્યા યારે એનઆરસીમાં કેટલાક એવા નાગરિકો છે જેમને ભારતીય માની લેવામાં આવ્યા છે, જે ખરેખર બહારથી આવેલા છે.

વડી અદાલતનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે, સરકારે સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો છે કે, આ આવેદનો પર વિચાર કરવા માટે સરકારને થોડો સમય આપવામાં આવે. વડી અદાલતના નિર્દેશ અનુંસાર આસામમાં એનઆરસી રિપર્ટને 31 જુલાઈ 2019 સુધી જાહેર કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Astrology
Ashadeep Newspaper

લક્ષચંડી યજ્ઞ / ઊંઝામાં 60 લાખ લોકોએ દર્શન કર્યાં, કુલ 60 કરોડ દાન મળ્યું, FB, યુ-ટ્યૂબ પર 4.5 કરોડે લાઈવ દર્શન કર્યાં

ઊંઝામાં 5 દિવસથી ચાલતા મહોત્સવની પૂર્ણાહુતિ 108 યજ્ઞ કુંડમાં આહુતિ સાથે મહોત્સવનું સમાપન થયું મહોત્સવ પાછળ અંદાજે 25 કરોડથી વધુનો

Read More »
Technology
Ashadeep Newspaper

મોબાઇલ ટેરિફ અને ડેટા પ્લાનમાં તોતિંગ વધારો થતાં ફરી આવશે મિસકોલ યુગ

એજીઆર પેટે સરકારને હજારો કરોડ રૂપિયા ચૂકવવાની સમસ્યાનો સામનો કરી રહેલી મોબાઇલ ઓપરેટર કંપનીઓ વોડાફોન આઇડિયા, એરટેલ અને રિલાયન્સ જિયોએ

Read More »