શરૂઆત : PM મોદીએ US પ્રેસિડેન્ટ સાથે ફોન પર વાત કરી, બાઈડને શપથ લીધા તેના 19 દિવસ બાદ બન્ને નેતા વચ્ચે વાતચીત થઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાત્રે લગભગ 11 વાગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે ફોન પર વાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી. જો બાઈડને 20 જાન્યુઆરીના રોજ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ત્યારપછી 19 દિવસ બાદ પ્રથમ વખત બન્ને વચ્ચે વાતચીત થઈ છે.

PM મોદીએ આ અંગે જણાવ્યું કે મે જો બાઈડનને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. અમે સ્થાનિક મુદ્દા તથા પરસ્પરની પ્રાથમિકતાઓ અંગે વાત કરી છે. અમે ક્લાઈમેન્ટ ચેન્જ સામે સહયોગને આગળ વધારવા પર પણ સહમત છીએ.

3 મહિના અગાઉ પણ વાત થઈ હતી
PM મોદીએ આશરે 3 મહિના અગાઉ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત હાંસલ કર્યાં બાદ જો બાઈડન તથા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાત કરી હતી. ત્યારે પણ ઈન્ડો-US સ્ટ્રેટીજીક પાર્ટનરશીપ, કોવિડ-19 મહામારી, ક્લાઈમેન્ટ ચેન્જ તથા ઈન્ડિયા પેસિફિક રીજનમાં પરસ્પર સહયોગ જેવા મુદ્દે વાતચીત કરી હતી.

બાઈડને પહેલા સપ્તાહમાં ફક્ત 7 રાષ્ટ્ર અધ્યક્ષો સાથે વાત કરી
સુપર પાવર અમેરિકા માટે તેની વિદેશ નીતિ ખૂબ જ મહત્વની હોય છે. બાઈડને પહેલા સપ્તાહમાં વિશ્વના ફક્ત 7 રાષ્ટ્ર અધ્યક્ષો સાથે વાતચીત કરી હતી. તેમાં ઈઝરાયેલ, ભારત કે ચીનનો સમાવેશ થતો ન હતો. તેમાં કોઈ ખાડી દેશ સાઉદી અરેબિયા, UAE બહેરીનનો પણ સમાવેશ થતો ન હતો. બાઈડને પહેલો ફોન કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને કર્યો હતો.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
World
Ashadeep Newspaper

ફાઈઝર ફરી વિવાદમાં:ફાઇઝરની વેક્સિન લગાવ્યાને એક સપ્તાહ બાદ કેલિફોર્નિયાની નર્સ કોરોનાથી સંક્રમિત

અમેરિકાના કેલિફોર્નિયામાં 45 વર્ષની એક નર્સ કોરોના વાઇરસની વેક્સિન ફાઈઝર લગાવ્યાના એક સપ્તાહ બાદ કોવિડ-19થી સંક્રમિત થઈ છે. મેથ્યુ ડબ્લ્યુ

Read More »
Technology
Ashadeep Newspaper

ચાર્જર વગરના ફોન બદલ એપલને 20 લાખ ડૉલર દંડ

અબજો કમાતી કંપનીને વધારે કમાઈ લેવું છે ! બ્રાઝિલમાં કંપનીએ પર્યાવરણના નામે ચાર્જર-ઈઅર ફોન બંધ કર્યા પણ ભાવ ન ઘટાડયો

Read More »