વિધાનસભામાં ટી-શર્ટને લઇને છંછેડાયેલા વિવાદ બાદ સિટી ભાસ્કરે જાણ્યાં કાર્યસ્થળે પળાતા ડ્રેસિંગના એટિકેટ્સ અને નિયમો

સરકારે પ્રવાસી મજૂરોની મદદ કરવા માટે રાશન એપ(Mera Ration) લોન્ચ કરી છે. મેરા રાશન એપને ગ્રાહક બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયએ લોન્ચ કરી છે અને આ ભારત સરકારની વન નેશન વન રાશન કાર્ડ(ONRC)નો ભાગ છે. મેરા રાશન એપ તે મજૂરો માટે ઘણા કામની છે કામના કારણે સ્થળાંતર કરે છે અને જેની પાસે રાશન કાર્ડ છે. મેરા રાશન એપનો ફાયદો 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને હાલમા મળી રહ્યો છે.

મેરા રાશન એપની લોન્ચિંગ ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ સુધાંશુ પાંડેએ કરી હતી. તેમના લોન્ચિંગ પ્રસંગે તેમણે કહ્યું કે, આ સિસ્ટમની શરૂઆત ઓગસ્ટ 2019માં માત્ર 4 રાજ્યમાં થઈ હતી અને ડિસેમ્બર 2020 સુધીમાં 32 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરવામાં આવી છે.દિલ્હી,છત્તીસગઢ,અસામ અને પશ્ચિમ બંગાળને થોડા મહિનામાં જ સામેલ કરી દેવામાં આવશે. પાંડેએ વધુમાં કહ્યું કે, આ રાશન કાર્ડ પોર્ટબલિટી સિસ્ટમના માધ્યમથી લગભગ 69 કરોડ લોકોને લાભ મળશે. તો બીજી તરફ દર મહિને અંદાજે 1.5 કરોડ ટ્રાન્ઝેક્શન તેના દ્વારા થઈ રહ્યા છે.

કેવી રીતે કામ કરે છે મેરા રાશન એપ?

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, હાલમાં મેરા રાશન એપ માત્ર એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. મેરા રાશનને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો. ત્યાર બાદ તમારે રાશન કાર્ડ સાથે રજિસ્ટર મોબાઈલ નંબર સાથે લોગીન કરવાનું રહેશે. ત્યાર બાદ આ એપની મદદથી તમે દેશમાં કોઈ પણ જગ્યાએ રાજ્યની દુકાનેથી રાશન લઈ શકશો.

આ એપમાં તમને એ પણ જાણવા મળશે કે, તમે ક્યાંરે અને કઈ કઈ દુકાનેથી રાશન લીધુ છે. આ એપનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેના માધ્યમથી તમને તમારી નજીકની દુકાન વિશે માહિતી મળી જશે. આ એપમાં આધાર ઓથેંટિકેશન પણ છે અને તેને હાલમાં અંગ્રેજી અને હિંદીનો સપોર્ટ છે, પરંતુ જલદીથી તેને 14 સ્થાનિય ભાષાઓનો સપોર્ટ મળવાનો છે.

( Source – Sandesh )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Info & News
Ashadeep Newspaper

શું 13 જૂને જ સુશાંતને મારી નાંખ્યો’તો? પાડોશી મહિલાએ જણાવી એ રાતની ચોંકાવનારી હકીકત

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ હવે સમગ્ર મામલાની તપાસ કંઈક નવા એંગલથી કરી રહી છે. આ કેસમાં હવે બાન્દ્રામાં સુશાંત

Read More »
News & Info
Ashadeep Newspaper

‘મા અમે તૈયાર છીએ’, તારા સંતાનોને મારવા વાળા તારા કાર્યક્રમમાં આવશે તો અમે માર આપીને જ મોકલીશું’

મહેસાણાના ઊંઝામાં ૧૮થી ૨૨ ડિસેમ્બરે ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞાનું આયોજન કરાયું છે, આ ઉત્સવમાં રાજકીય પક્ષોના આગેવાનો પણ સામેલ થવાના

Read More »