વધુ એક ગુજરાતીનો વિદેશમાં લેવાયો ભોગ, દ. આફ્રિકામાં લૂંટારૂએ કર્યો ગોળીબાર

વિદેશમાં વસતા વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયાના મકોપામાં ત્રણથી ચાર અશ્વેત લૂંટારાઓએ લૂંટ ચલાવી ગુજરાતીને ગોળી મારી દીધી હતી. ઘટના બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે, લૂંટના ઈરાદે અશ્વેત લૂંટારૂએ ગોળીબાર કર્યો હતો.

લૂંટારૂએ સૌ પ્રથમ તો દુકાનમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હતી, ત્યારબાદ ગોળી મારી લૂંટારું ગેંગ ફરાર થઇ ગઇ હતી. લૂંટારુંઓના ગોળીબારમાં અન્ય એક કર્મચારી ઈજાગ્રસ્ત બન્યો છે. જ્યારે એકની હત્યા થઇ છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, મૂળ ખેડા જિલ્લાના ઠાસરાના અને હાલ અમદાવાદ રહેતા યુનુસ વોહરા છેલ્લા 9 વર્ષથી દક્ષિણ આફ્રિકામાં સ્થિર થયા હતા. ત્યારે ગત 20મી જૂનના રોજ મકોપા ખાતે ત્રણથી ત્રણથી ચાર લૂંટારાઓ યુનુસ વ્હોરાની દુકાનમાં ત્રાટક્યા હતા.

લૂંટારુઓએ લૂંટના ઇરાદે કરેલા ફાયરિંગમાં ગુજરાતીનું મોત થયું હતું. તેમજ દુકાનમાં કામ કરતો અન્ય એક કર્મી ઈજાગ્રસ્ત થયો છે. દુકાનમાં લૂંટ ચલાવ્યા બાદ લૂંટારુઓ સીસીટીવી કેમેરાના ડીવીઆરને નુકસાન પહોંચાડીને ભાગી છૂટ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

News & Info
Ashadeep Newspaper

બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ, અહીં બંગાળી બોલવું જરૂરી : મમતા

। નવી દિલ્હી । પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય લડાઇ હજી શમી નથી. ભાજપ રાજ્યમાં પોતાનો વિસ્તાર

Read More »
Life Style
Ashadeep Newspaper

તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે

એક રાજાએ રાજ્ય પર ઘણા શત્રુઓની સાથે આક્રમણ કર્યું, રાજાએ સેનાપતિને કહ્યું કે, આપણી હાર નિશ્ચિત છે, ત્યારે રાજાએ એક

Read More »