રાજ્યમાં સૌથી વધુ જામનગરમાં સરેરાશ 50 ટકા, જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં સરેરાશ 38 ટકા મતદાન થયું

7થી 8 વાગ્યામાં એટલે પહેલા એક કલાકમાં અમદાવાદમાં અને ભાવનગરમાં સૌથી વધુ 5 ટકા મતદાન થયું હતું

આજે રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા લાગી લગાવીને જોવા મળ્યા હતા. સવારે 7થી 8 વાગ્યામાં એટલે પહેલા એક કલાકમાં અમદાવાદમાં અને ભાવનગરમાં સૌથી વધુ 5 ટકા મતદાન થયું છે. ત્યારબાદ ત્યારબાદ વડોદરામાં 4 ટકા, સુરતમાં 4 ટકા, રાજકોટમાં 3 ટકા, જામનગરમાં 3 ટકા મતદાન થયું છે. જ્યારે 11 કલાક બાદની સ્થિતિ પર નજર કરીએ તો હાલમાં સૌથી વધુ જામનગરમાં સરેરાશ 50 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું સરેરાશ 38 ટકા મતદાન અમદાવાદમાં થયું છે. રાજકોટમાં સૌથી પહેલા 75 વર્ષિય દાદાએ મતદાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય તેમજ સાંસદ મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યારે અમદાવાદમાં પણ નોકરીયાતો સવારે 7 વાગ્યાથી મતદાન કેન્દ્રો પર વોટ આપવામાં આવી પહોંચ્યા હતા. સુરત અને વડોદરામાં પણ મોટી સંખ્યામાં મતદારો આવી રહ્યા છે. રાજ્યમાં બપોરના 5 વાગ્યા સુધીમાં 6 મનપામાં 34.57 ટકા જ મતદાન થયું છે.

બપોરે 1 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનું મતદાનનું અપડેટ (મતદાન ટકાવારીમાં)

શહેર1 વાગ્યા સુધી2 વાગ્યા સુધી3 વાગ્યા સુધી4 વાગ્યા સુધી5 વાગ્યા સુધી6 વાગ્યા સુધી
અમદાવાદ12 ટકા18 ટકા22 ટકા31 ટકા31 ટકા37.81 ટકા
વડોદરા16 ટકા24 ટકા28 ટકા34 ટકા36 ટકા42.82 ટકા
સુરત15 ટકા24 ટકા27 ટકા35 ટકા35 ટકા42.11 ટકા
રાજકોટ16 ટકા23 ટકા28 ટકા31 ટકા37 ટકા45.74 ટકા
ભાવનગર18 ટકા24 ટકા31 ટકા34 ટકા39 ટકા43.66 ટકા
જામનગર16 ટકા28 ટકા28 ટકા39 ટકા42 ટકા49.64 ટકા

સવારે 7થી 11 વાગ્યા સુધીનું મતદાનનું અપડેટ (મતદાન ટકાવારીમાં)

શહેર8 વાગ્યા સુધી9 વાગ્યા સુધી10 વાગ્યા સુધી11 વાગ્યા સુધી
અમદાવાદ5 ટકા8 ટકા9 ટકા18 ટકા
વડોદરા4 ટકા8 ટકા10 ટકા19 ટકા
સુરત4 ટકા9 ટકા9 ટકા18 ટકા
રાજકોટ3 ટકા10 ટકા11 ટકા17 ટકા
ભાવનગર5 ટકા8 ટકા9 ટકા20 ટકા
જામનગર3 ટકા9 ટકા10 ટકા19 ટકા

તમામ કેન્દ્રોમાં મતદાનને લઇ મતદારોમાં ઉત્સાહ
રાજ્યમાં વહેલી સવારથી તમામ કેન્દ્રોમાં મતદાનને લઈને મતદારોમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સૌ પ્રથમ 75 વર્ષના વૃદ્ધે લાકડીના ટેકે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું છે. અને લોકશાહીના મહાપર્વનો શુભારંભ કર્યો છે. જ્યારે અમદાવાદમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે યુવાનો મતદાન કરવા પહોંચ્યા છે. વડોદરામાં કેટલાક સ્થળોએ મતદાન સ્પીલો ન મળતા મતદારો અટવાઈ ગયા હતા અને તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે સુરતના પુણા ગામના એક યુગલે પહેલાં મતદાન પછી લગ્નના ફેરાનો સંકલ્પ લીધો છે. બીઇ મિકેનિકલ યુવક અને વકીલ યુવતી બન્ને સાધારણ પરિવારના હોવાનું અને બન્નેના પિતા રત્નકલાકાર હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદમાં સિનિયર સીટીઝન માટે કોઈ વ્યવસ્થા નથી
બાપુનગર ઇન્દુલાલ યાજ્ઞિક હોલમાં સિનિયર સીટીઝન માટે કોઈ વ્યવસ્થા નહિ. શહેરના 48 વોર્ડની 192 બેઠકમાંથી 191 સીટ માટે 771 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ભાજપના 191 અને કોંગ્રેસના 188 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ છે. જ્યારે નારણપુરાથી બક્ષીપંચની રિઝર્વ બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકા રાવળે ફોર્મ પરત ખેંચતા ભાજપ આ બેઠક કબ્જે કરી ચૂક્યો છે. જેને પગલે નારણપુરા વોર્ડના મહિલા ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ જાહેર થયા છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સવારે કેટલીક સોસાયટીમાં મતદારોને ભાજપ દ્વારા ઘરે ઘરે મતદાનની સ્લીપ આપવામાં આવી હતી. જેમાં મતદાન મથક ખોટા હોવાથી મતદારો અકળાયા હતા. બાપુનગર વોર્ડમાં ભાગ 47માં અરવિંદપાર્ક, અરવિંદનગર સોસાયટીની આસપાસની સોસાયટીઓ આવે છે. જેમને મ્યુનિસિપલ સ્કૂલ નંબર 14-15માં મતદાન કરવાનું હોય છે પરંતુ મતદાનની સ્લીપમાં શ્રીજી વિદ્યાલય લખાઈને આવ્યું હતું. જેથી લોકો હેરાન થયા હતા.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Business
Ashadeep Newspaper

ચલણ / સરકારે સ્પષ્ટતા કરી, રૂપિયા 2,000ની ચલણી નોટ વ્યવસ્થામાંથી પાછી નહીં ખેંચાય

હાલમાં આશરે રૂા. 22,356.48 અબજનું ચલણ વ્યવસ્થામાં છે, જે 4,નવેમ્બર,2016ના રોજ  17,741.87 અબજ હતુડિજીટલ વ્યવહારનું વોલ્યુમ વર્ષ 2017-18માં 2071 કરોડ

Read More »
Info & News
Ashadeep Newspaper

ભારત માટે ફાઈઝરની અલગ વેક્સિન હશે; આગામી મહિનાથી ભારત બાયોટેકની ઈન્ટ્રાનેજલ વેક્સિનનો ટ્રાયલ્સ શરૂ થશે

અમેરિકાની કંપની ફાઈઝરે કહ્યું છે કે તે ભારત જેવા દેશો માટે અલગ ફોર્મ્યુલા પર કામ કરી રહી છે, જેના માટે

Read More »