મોર્ગનની મેજિક ઇનિંગ્સમાં વિક્રમોની વણઝાર, છગ્ગાઓનો વરસાદ થયો


। માન્ચેસ્ટર ।

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપના ૨૪મા મુકાબલામાં મંગળવારે ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનના મુકાબલામાં છગ્ગાઓનો વરસાદ થયો હતો. ઇંગ્લેન્ડના સુકાની ઇયોન મોર્ગને ૧૪૮ રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે વર્તમાન વર્લ્ડ કપની ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે ૫૭મા બોલે સિક્સર ફટકારીને સદી પૂરી કરી હતી. વર્લ્ડ કપના ઇતિહાસની આ ચોથી ફાસ્ટેસ્ટ સદી હતી.

મોર્ગને પોતાની ઇનિંગ્સમાં કુલ ૧૭ સિક્સર ફટકારી હતી. એક જ વન-ડેમાં સર્વાધિક સિક્સર ફટકારનાર તે પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે ક્રિસ ગેઇલ, ભારતના રોહિત શર્મા તથા સાઉથ આફ્રિકાના એબી ડીવિલિયર્સના ૧૬-૧૬ સિક્સરનો રેકોર્ડ તોડયો હતો. ૨૦૧૯ના વર્લ્ડ કપમાં પણ તેણે સર્વાધિક સિક્સરનો રેકોર્ડ તોડયો છે. અગાઉ ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચને (૧૪ સિક્સર) પાછળ રાખી દીધો છે.  ઇંગ્લેન્ડનો સુકાની મોર્ગન વર્લ્ડ કપમાં હાઇએસ્ટ સ્કોર નોંધાવનાર ત્રીજો ઇંગ્લિશ બેટ્સમેન બન્યો છે. અગાઉ એન્ડ્રયુ સ્ટ્રાઉસે ૧૫૮ તથા જેસન રોયે ૧૫૩ રનની ઇનિંગ રમી હતી.

એક જ મેચમાં હાઇએસ્ટ સિક્સરનો રેકોર્ડ, વર્લ્ડ કપની ચોથી ફાસ્ટેસ્ટ સદી

૧૭ સિક્સર સાથે મોર્ગનના નવો વર્લ્ડ રેકોર્ડ

બેટ્સમેન               સિક્સર         વિરુદ્ધ

ઇયોન મોર્ગન           ૧૭             અફઘાનિસ્તાન

રોહિત શર્મા             ૧૬             ઓસ્ટ્રેલિયા

એબી ડીવિલિયર્સ       ૧૬             વેસ્ટ ઇન્ડિઝ

ક્રિસ ગેઇલ             ૧૬             ઝિમ્બાબ્વે

શેન વોટસન            ૧૫             બાંગ્લાદેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
World
Ashadeep Newspaper

અમેરિકાની પોલીસ શ્વેત અને અશ્વેત વચ્ચે ભેદભાવ રાખે છે

। વોશિંગ્ટન  । અમેરિકાના એટર્ની જનરલ વિલિયમે પહેલી વાર સ્વીકાર કર્યો છે કે મે મહિનામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડની હત્યામાં

Read More »
Business
Ashadeep Newspaper

બેન્કો-વીમા કંપનીઓમાં હજારો કરોડ રૂપિયા બિનવારસી, કોઈ દાવેદાર નહીં

બેન્કો અને વીમા કંપનીઓમાં પડી રહેલી નધણિયાણી રકમનો આંકડો ૩૨,૪૫૫ કરોડ પર પહોંચી ગયો છે. બેન્કોમાં બિનવારસી ડિપોઝિટમાં ગત વર્ષે

Read More »