ભારતીય પ્રોફેશનલ્સ માટે ખુશખબર અમેરિકી સંસદમાં ગ્રીનકાર્ડ બિલ રજૂ

। વોશિંગ્ટન ।

અમેરિકી સંસદ હાઉસ ઓફ રિપ્રેઝન્ટિવમાં મંગળવારે ગ્રીનકાર્ડ સંબંધિત એક બિલ પર વોટિંગ થયું હતું. રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના ૩૧૦ કરતા પણ વધારે સાંસદ આ બિલના ટેકામાં છે. વિદેશીઓની ગ્રીનકાર્ડની સંખ્યા સીમિત હોવાને કારણે ભારત અને ચીનના નાગરિકોને અમેરિકાની ઓછી નાગરિકતા મળે છે, જ્યારે બીજા દેશોની નાગરિકોને સરળતાથી અમેરિકાની કાયમી નાગરિકતા મળી જાય છે. આ સંબંધમાં અમેરિકી સંસદમાં રજૂ થયેલ બિલ પાસ થયા બાદ ગ્રીનકાર્ડની સંખ્યા પરની લિમિટ ખતમ થઈ જશે. જો આ બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરે તો ભારતીયોને ગ્રીનકાર્ડની સાથે સાથે એચ-૧ બી વિઝાની સંખ્યા પણ વધારે મળશે. એપ્રિલ ૨૦૧૮ સુધી અમેરિકાના ટેક્નોલોજી ક્ષેત્રમાં ૩ લાખ ભારતીયો એવા છે જેઓ ગ્રીનકાર્ડની પ્રતીક્ષા કરી રહ્યા છે. અમેરિકાની બન્ને પાર્ટીઓ રિપબ્લિકન અને ડેમોક્રેટિકના મોટાભાગના સાંસદો આ બિલના ટેકામાં છે. તેથી આ બિલને કાયદો બનવાની આડે કોઈ અડચણ નહીં આવે. અમેરિકી સંસદમાં દર વર્ષે તમામ દેશોના ૭ ટકા ગ્રીનકાર્ડ જારી કરવાની મર્યાદા ખતમ કરનાર બિલ પર વોટિંગ થાય છે. ગ્રીનકાર્ડ લોકોને અમેરિકામાં સ્થાયી રીતે વસવા અને કામ કરવાની અનુમતી આપે છે. જો આ બિલને સંસદની મંજૂરી મળે તો તેનો ફાયદો હજારો ભારતીય પ્રોફેશનલોને થશે.

કાયદો શું કહે છે : આ બિલ પસાર થયા બાદ અમેરિકામાં નોકરીને આધારે મળનાર સ્થાયી નાગરિકતા સંબંધી મર્યાદા ખતમ થઈ જશે. હાલમાં આ લિમિટ સાત ટકા છે, હાલના નિયમોને હિસાબે એક વર્ષમાં ૧,૪૦,૦૦૦ કરતાં પણ વધારે ગ્રીનકાર્ડ જારી થઈ શકતા નથી. આ કાયદો લાગુ થયા બાદ અમેરિકામાં નાગરિકતાની પ્રતીક્ષા કરી રહેલા ભારતીય અને ચીની નાગરિકોની પેન્ડિંગ પડેલી અરજીઓ ક્લિયર થઈ શકે છે. આ બિલને કારણે બીજા દેશોના અપ્રવાસીઓમાં હલચલ મચી છે કારણ કે તેમને લાગી રહ્યું છે આ બિલને ભારતના પક્ષમાં તૈયાર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Visa & Immigration
Ashadeep Newspaper

ટ્રમ્પે નાટકીય અંદાજમાં ભારતીય સોફટવેર ડેવલપરને અમેરિકાની નાગરિકતા આપી

વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન નેશનલ કન્વેંશન દરમ્યાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદાકીય ઇમિગ્રેશનના પ્રત્યે પોતાનું સમર્થન દેખાડવા માટે એકદમ નાટકીય અંદાજમાં

Read More »
Info & News
Ashadeep Newspaper

વિધાનસભા પેટાચૂંટણીમાં હાર્દિક પટેલ કોંગ્રેસ માટે અપશુકનિયાળ, પ્રચાર કર્યો પણ કોઈ જાદુ ના ચાલ્યો

કોંગ્રેસ હાઈકમાન્ડે હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સોંપી હતી, હાર્દિક પટેલે સ્ટાર પ્રચારક તરીકે કોંગ્રેસ માટે

Read More »