બાઇડેનનું સૂચિત ઇમિગ્રેશન વિધેયક વર્ષે વધુ ૩,૭૫,૦૦૦ને ગ્રીનકાર્ડ ઓફર કરશે

। નવી દિલ્હી ।

અમેરિકી પ્રમુખ જો બાઇડેનનું ઇમિગ્રેશન વિધેયક કાયદાનું રૂપ લઇ લેશે તો ગ્રીનકાર્ડ હોલ્ડર્સની સંખ્યામાં વાર્ષિક ધોરણે ૩,૭૫,૫૦૦નો વધારો થશે. બાઇડેનનાં આ પગલાંનો મહત્તમ લાભ ભારતીયોને થશે. ખરડો કાયદો બનશે તો એડવાન્સ ડિગ્રી ધરાવતા વધુ ૮૦,૦૦૦ કામદારોને પીઆર મળી શકશે. આ ઉપરાંત ખૂબ ઊંચું કૌશલ્ય ધરાવતા યુનિવર્સિટીના અધ્યાપકો, સંશોધકો સહિતના ૭૮,૦૦૦ ફર્સ્ટ પ્રેફરન્સ કામદારોને પણ પીઆર મળશે.

૮ લાખ ભારતીયો ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં

રોજગાર આધારિત ઇમિગ્રન્ટ્સના બેકલોગ પર નજર નાખવામાં આવે ભારતીય અરજદારોની સંખ્યા ૬૮ ટકા અર્થાત ૮ લાખ છે. ઇમિગ્રેશન નીતિના નિષ્ણાત ડૌગ રાન્ડનું કહેવું છે કે વિધેયકની મદદથી માત્ર વિઝા કેપમાં જ વધારો થવાનો હોવાથી તમામ ગ્રીનકાર્ડની કામગીરી એક જ વર્ષમાં પૂરી નહીં થાય. જોકે પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં વધુ પીઆરની જોગવાઇ આવકાર્ય છે.

કાયમી કામદારના જીવનસાથીનો કેપમાં સમાવેશ નહીં 

સૂચિત વિધેયકમાં કાયમી કામદારના જીવનસાથી સગીર બાળકોનો કેપમાં સમાવેશ થતો નથી. તે ઉપરાંત અમેરિકી વિશ્વ વિદ્યાલયમાંથી વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત વિજ્ઞાનમાં પીએચડીની પદવી મેળવી ચૂકેલાઓનો પણ કેપમાં સમાવેશ થતો નથી.

( Source – Sandesh )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Info & News
Ashadeep Newspaper

વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ સંસદ ચલાવવા લોકસભામાં બિલ આવશે

બિલમાં જોગવાઈ – 4 સત્ર હોવાં જોઈએ, કામકાજમાં અવરોધના કલાકો સત્રમાં ઉમેરાય ભાજપના સાંસદ નિશિકાંત દુબે સંસદનું કામકાજ વધુ ચલાવવા

Read More »
News & Info
Ashadeep Newspaper

આખા અમદાવાદને શાકભાજી પુરું પાડતું જમાલપુર APMC શાકમાર્કેટ આ તારીખ સુધી બંધ, કારણ કોરોના નથી પણ…

જમાલપુર APMC શાકમાર્કેટ તા. ૧૫ જુલાઈ સુધી બંધ રહેશે. પોલીસે મંજૂરી નહીં આપતાં જમાલપુર APMC શાકમાર્કેટના હોલસેલના વેપારીઓ હડતાલ પર

Read More »