ના તો એક પથ્થર ફેંકાયો કે ના તો ગોળી છુટી, આ 3 જાંબાજોએ સફળ બનાવ્યો મોદીનો પ્લાન ‘કાશ્મીર’

મોદી સરકારે બીજીવાર સત્તામાં આવતાની સાથે એક જ ઝાટકે જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદીત એવી 370ની કલમને હટાવી દીધી. સાથો સાથ રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એક બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજીત પણ કરી દીધું. આ દરમિયાન હંમેશા સળગતા રહેતા કાશ્મીરમાં ના તો એક પણ પથ્થર ફેંકાયો કે ના તો એક ગોળી છુટી. મોદી સરકારે એક અદભુત રીતે 73 વર્ષનો વિવાદ જાણે આંખના પલકારામાં જ ઉકેલી નાખ્યો.

જોકે આ કામ પાછળ મહિનાઓનો સટીક પ્લાન અને અદભુત મુત્સદ્દીગીરી જવાબદાર છે. જેને મોદીના ત્રણ જાંબાજ અધિકારીઓએ સારી રીતે નિભાવી અને તેના અંજામ સુધી પહોંચાડી પણ ખરી. સૌથી મહત્વનો રોલ અદા કરનારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે અશક્ય લાગતાં આ નિર્ણય પહેલા જોરદાર તૈયારી કરી હતી.

યોજનાને સફળ બનાવવા માટે સેના, વાયુસેના, એનટીઆરઓ, આઈબી, રો, અર્ધસૈનિક દળો અને રાજ્યની બ્યૂરોક્રેસીની સાથે સામંજસ્ય ઊભું કર્યુ. અજિત ડોભાલ નરેન્દ્ર મોદી સરકારની કાશ્મીર યોજનાને પ્રભાવી રૂપે લાગુ કરવા માટે એક બહુસ્તરીય રણનીતિ પર કામ કરી રહ્યા છે. ડોભાલ અને તેમની ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ‘મિશન કાશ્મીર’ને સફળ બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. પીએમ મોદી એન અમિત શાહના આ મિશનનું લક્ષ્ય છે કાશ્મીરમાં ‘સ્થાયી રીતે શાંતિ સ્થાપિત કરવી’. આ મિશનમાં અજિત ડોભાલને રાજ્યમાં બ્યૂરોક્રેસી અને સુરક્ષા વિશેષજ્ઞોની એક ટીમ દ્વારા સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે.

બીવીઆર સુબ્રહ્મણ્યમ

બીવીઆર સુબ્રહ્મણ્યમ જમ્મુ-કાશ્મીર પ્રદેશના મુખ્ય સચિવ છે. કેન્દ્ર તરફથી જમ્મુ-કાશ્મીરમાં તેમને જ્યારથી જવાબદારી સોંપી છે ત્યારથી સતત કામ કરી રહ્યા છે. બીવીઆર સુબ્રહ્મણ્યમને પ્રદેશ અને પીએમઓની વચ્ચે સમન્વયની જવાબદારી મળી છે. તેઓ હાલમાં પ્રદેશમાં ખાદ્ય પુરવઠો પૂરો પાડવાનું કામ પણ જોઈ રહ્યા છે, જેથી સામાન્ય કાશ્મીરી જનતાને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

કે. વિજય કુમાર

આ એ જ વિજય કુમાર છે, જેઓએ કુખ્યાત ચંદન તસ્કર વીરપ્પનની વિરુદ્ધ ખૂબ જ સફળ ઓપરેશનને અંજામ આપ્યો હતો અને તેને ઠાર માર્યો હતો. વિજય કુમારને રાજ્યપાલ શાસન અંતર્ગત સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી. વિજય કુમારની પાસે સુરક્ષા દળો અને પ્રદેશના પોલીસ અધિકારીઓ વચ્ચે સંકલન કરવાની જવાબદારી પણ છે. વિજય કુમાર જમ્મુ-કાશ્મીરના વિભિન્ન નેતાઓથી પણ વાતચીત કરી રહ્યા છે. તેઓએ જ જમ્મુ-કાશ્મીરની જેલોમાં કેદ આતંકીઓને દેશના દૂરના વિસ્તારોની જેલોમાં મોકલવાના કામને સફળતાપૂર્વક પાર પાડ્યું છે.

ડીજીપી દિલબાગ સિંહ

દિલબાગ સિંહ જમ્મુ-કાશ્મીર પોલીસ વિભાગના પ્રમુખ પદે છે. ડીજીપી દિલબાગ સિંહની જવાબદારી પોલીસ દળને પૂરી મજબૂતીની સાથે નેતૃત્વ આપવાનું છે. પોલીસકર્મીઓના જોશને કાયમ રાખવાનું છે. દિલબાગ સિંહે રાજ્યના અનેક સંદિગ્ધ પોલીસ અધિકારીઓને ઓળખીને તેમના ઇરાદાઓને નિષ્ફળ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેઓએ સેના અને અર્ધસૈનિક દળોની સાથે પ્રદેશ પોલીસનો સમન્વય કાયમ રાખ્યો છે, જેનાથી દરેક સ્તેર ઇન્ટેલિજન્સ ઇનપુટને શેર કરવામાં સરળતા રહેશે અને રાજ્યની સુરક્ષાને મજબૂતી મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Info & News
Ashadeep Newspaper

ભારત બંધ બેઅસર : સરકાર કૃષિકાયદા પાછા નહીં ખેંચે

સરકાર દ્વારા કૃષિ કાયદા જાહેર કરવાના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ વિરોધ નોંધાવી આંદોલન શરૂ કર્યુ હતું. છેલ્લા બે સપ્તાહથી

Read More »
World
Ashadeep Newspaper

ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા- ગુજરાતમાં 70 લાખ લોકો મારું અભિવાદન કરશે, તો PM મોદીએ કહ્યું…

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિને ભારત આવવાના છે તેને લઇ આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ બધામાં

Read More »