નવરંગપુરામાં વિદેશમાં નોકરીની લાલચ આપી રૂ.11 લાખની છેતરપિંડી કરી

વિદેશ જવાની ઘેલછામાં યુવકે લાખો ગુમાવ્યા

અરમેનીયામાં મોકલી ત્રણ મહિના કામ કરાવી પગાર આપ્યો નહી : રશિયાના વિઝાના બહાને બીજા બે લાખ માગ્યા

અમદાવાદ,તા. 29, સપ્ટેમ્બર, 2019, રવિવાર 

વિદેશમાં જવાની ઘેલછામાં વધુ એક યુુવકે લાખો રૃપિયા ગુમાવ્યા હોવાનો કિસ્સો  પ્રકાશમાં આવ્યો છે. ઘાટલોડિયામાં રહેતા યુવકને વિદેશમાં નોકરીની લાલચ આપીને નવરંગપુરામાં વિઝા કન્સલટીંગનું કામ કરતી ત્રણ વ્યક્તિએ રૃા. ૧૧ લાખની છેતરપીેંડી કરી હતી.યુવકને અરમેનીયા   મોકલીને ત્રણ મહિના સુધી નોકરી કરાવીને પગાર પણ આપ્યો ન હતો. એટલું જ નહી રશિયાના વિઝા અપાવવાની લાલચ આપીેને બીજા રૃા. બે લાખની માંગણી કરી હતી. આ બનાવ અંગે નવરંગપુરા પોલીસે છેતરપીંડીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે   ઘાટલોડિયામાં સ્વાગત સોસાયટીમાં રહેતા ધનરાજ રાજેશભાઇ દેસાઇએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સીજી રોડ મ્યુનિસીપલ માર્કેટ સામે જનરલ બેન્ક ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા અને  સ્ટાર સ્ટાર્ટઅપ બીઝનેશ કન્સલટન્ટના નામે વિદેશમાંજવા માટે વિઝાની કામગીરી કરતા અને સાબરમતી સામર્થે રેસિડેેન્સીમાં રહેતા કલ્પનાબહેન ધીરજભાઇ તથા ધીરજભાઇ બોરિસા અને નવા નરોડા કૃષ્ણનગર, સુષ્ટીપાર્ક ખાતે રહેતા અમીત ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓએ યુવકને વિદિશમાં મોકલી ઉંચા પગારની નેોકરીની લાલચ આપી હતી એટલું જ નહી ટુકડે ટુકડે રૃા. ૧૧ લાખ  મેળવી લીધા બાદ અરમેનીયામાં યુવકને મોકલ્યો હતો.

જ્યાં ત્રણ મહિના સુધી કામગીરી કરાવીને પગાર આપ્યો ન હતો અને ત્યાંની ટી.આ.સી પણ નહિ આપી તેમજ વર્ક વિઝા પણ કરાવ્યા ન હતા ઉપરાત રશિયાના વિઝા અપાવવાની વાત કરીને બીજા રૃા. બે લાખની માંગણી કરતા હતા અંતે યુવકે પોતે છેતરાયોૈ હોવાની જાણ થતાં નવરંગપુરા પોલીેસ સ્ટેશનમાં ત્રણ સામે છેતરપીેડીની ફરિયાદ નોધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Sports
Ashadeep Newspaper

આજથી ઈડન ગાર્ડનમાં ભારતની સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ: બાંગ્લાદેશ સામે ટક્કર

પિંક બોલથી રમાનારી ટેસ્ટ જીતવા માટે ભારત ફેવરિટ ભારતીય ક્રિકેટના દિગ્ગજોની સાથે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિના સ્ટેડિયમમાં હાજરી આપશે કોલકાતા,

Read More »
News & Info
Ashadeep Newspaper

અમદાવાદ / સંપૂર્ણ પ્રોપર્ટી ટેક્સ ભરનારા માટે AMCની રિબેટ યોજના, 2020-21ના મિલકતવેરામાં 10 ટકાની છૂટ આપશે

અમદાવાદ. ચાલુ વર્ષના અંતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે AMCએ એડવાન્સ રિબેટ સ્કીમની જાહેરાત કરી છે. જે અંતર્ગત

Read More »