દંપતીની ધરપકડ : કેનેડાથી ગાંધીનગર આવેલા દંપતીની ત્રણ વર્ષ જૂના ગુનામાં ધરપકડ, 2018માં પુત્રવધૂએ દહેજ પ્રતિબંધક ધારાહેઠળ ફરિયાદ નોંધાવી હતી

  • વર્ષ 2018માં પુત્રવધૂએ ફરિયાદ નોંધાવી હતી
  • ઘરમેળે સમાધાન થતા પરિવાર કેનેડા જતો રહ્યો હતો

ગાંધીનગરના સેક્ટર 2 ખાતે પુત્રવધૂને શારીરિક માં શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરવા સબબ વર્ષ 2018 માં સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં કેનેડાથી પરત આવેલ સાસુ-સસરાની ગાંધીનગર એલસીબી દ્વારા ત્રણ વર્ષ પછી ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ગાંધીનગર સેક્ટર સાત પોલીસ દ્વારા કાગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર એલસીબી – 1 નાં પોલીસ ઇન્સ્પેક્ટર જય વાઘેલાએ નાસતા ફરતા આરોપીઓનું પગેરુ શોધવા માટે સ્ટાફના માણસોને સક્રિય કર્યા હતા, જેના પગલે સબ ઇન્સ્પેક્ટર ડી. એસ. રાઓલ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે વખતે મહિલા કોન્સ્ટેબલ કુસુમબેન તથા રાજેન્દ્રસિંહ સયુંકત બાતમી મળી હતી સેકટર – 7 પોલીસ મથકમાં વર્ષ 2018 મા દહેજ પ્રતિબંધક ધારા હેઠળ નોંધાયેલ ગુનાનાં ફરાર સેક્ટર 2 ડી પ્લોટ નં. 175/2 ખાતે આવ્યા છે. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાતમી વાળા સ્થળે પહોંચી જઈ પતિ પત્નીને ઝડપી લીધા હતા.

આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર પ્લોટ નં. 175/2 માં રહેતાં અભિષેક યોગેશભાઈ વ્યાસ તેમજ તેમના પત્ની જ્યોત્સનાબેન યોગેશભાઈ વ્યાસ વિરુદ્ધ તેમની પુત્રવધુએ વર્ષ 2018 માં શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જોકે, બાદમાં પુત્રવધુ સાથે ઘરમેળે સમાધાન થઈ ગયું હતું અને સમગ્ર પરિવાર કેનેડા જતો રહ્યો હતો, થોડા સમય પહેલા દંપતી પરત ગાંધીનગર આવ્યું હતું અને એલસીબીની ટીમ દ્વારા વર્ષ 2018ના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે .

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Info & News
Ashadeep Newspaper

રાણીપ રેલવે ઓવરબ્રિજનું નામ ‘આત્મનિર્ભર ગુજરાત’, 2 વર્ષમાં બનેલા 5 ફ્લાયઓવરનું નામકરણ

અમદાવાદ. મ્યુનિ.એ છેલ્લા 2 વર્ષમાં બનેલા શહેરના 5 ઓવરબ્રિજનું નામકરણ કર્યું છે. રેલવેના સહયોગથી બનેલા રાણીપના ઓવરબ્રિજને આત્મનિર્ભર ગુજરાત નામ આપવામાં

Read More »
Info & News
Ashadeep Newspaper

તેજસ્વી યાદવ 44 ટકા સાથે બિહારના મુખ્યમંત્રી પદની પહેલી પસંદ, ‘સુસાશન બાબુ’ ઉંધે કાન

બિહાર વિધાનસભાની ચૂંટણી (Bihar Assembly Election)માં તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. આ ચૂંટણીમાં જુદી જુદી પાર્ટીઓના 6 મુખ્યમંત્રી

Read More »