ટૂ-વ્હીલર, ટીવી, ફ્રીઝ ધરાવનારા લોકો BPL કાર્ડ પરત આપો નહીં તો થશે કાયદાકીય કાર્યવાહી!

કર્ણાટક સરકારે ટૂ-વ્હીલર, ટીવી, ફ્રીઝ અથવા પાંચ એકડથી વધારે જમીનની માલિકીવાળા બીપીએલ રાશન કાર્ડ ધારકોને 31 માર્ચ સુધીમાં પરત કરવા અથવા કાયકીય કાર્યવાહીનો સામનો કરવાની તૈયાર રહેવા કહ્યું છે. અન્ન અને પુરવઠા પ્રધાન ઉમેશ કટ્ટીએ બેલગાવીમાં કહ્યું કે,’બીપીએલ (ગરીબી રેખાથી નીચેના લોકો માટે) કાર્ડ રાખવાને લઇ કેટલાક માપદંડ છે. જેમની પાસે પાંચ એકડથી વધારે જમીન, મોટરસાઇકલ, ટીવી અથવા ફ્રિઝ હોવા જોઇએ.’

અન્ન અને પુરવઠા પ્રધાન ઉમેશ કટ્ટીએ કહ્યું,’જે લોકો આ માપદંડો પર ખરા નથી ઉતરતા તેમને કાર્ડ પરત કરી દેવું જોઇએ અન્યથા તેમની વિરૂદ્ધ કાર્યવાહી થશે’ મંત્રીએ કહ્યું કે વાર્ષિક 1.20 લાખ રૂપિયાથી વધારે કમાનારને બીપીએલ કાર્ડનો ઉપયોગ ના કરવો જોઇએ અને તેને 31 માર્ચ પહેલા પરત કરી દેવું જોઇએ.

કોંગ્રેસના મંત્રીએ આ નિવેદનની આલોચના કરી અને પાર્ટીના કાર્યકર્તાઓએ બેંગલુરૂમાં વિભિન્ન રાશનની દુકાનની સામે પ્રદર્શન કર્યું. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે, પાર્ટીના કાર્યકર્તાઓએ ધારવાડ, મૈસુરૂ અન તુમકૂરૂમાં પણ પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય ટી.ટી. ખાદરે કહ્યું કે, જ્યારે આ માલ માટે વ્યાજ મુક્ત લોન દરખાસ્ત કરવામાં આવશે ત્યારે સ્વાભાવિક છે કે, લોકો તેની ખરિદારી કરશે. તેમણે આરોપ લાગાવ્યો કે આ નિર્ણય ‘જનવિરોધી’ છે અને બીપીએલ કાર્ડ છીનવવાના સ્થાને વધુ લાભાર્થીઓની ઓળખ પર ધ્યાન આપવું જોઇએ.

( Source – Sandesh )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

News & Info
Ashadeep Newspaper

૩૭૦ રદ થયા બાદ કાશ્મીરમાં પહેલી ઈદ : સરકારની અગ્નિપરીક્ષા

કાશ્મીરમાં કલમ ૩૭૦ દૂર થયા બાદ સોમવારે પહેલી ઈદ આવી રહી છે. આ ઈદની ઉજવણી કેન્દ્ર સરકાર માટે મોટો પડકાર

Read More »
News & Info
Ashadeep Newspaper

કોરોનાને લઈ રાજ્ય સરકારની ખુશખબર, કેસ બમણા થવાના સમયમાં વધારો

ગુજરાત સરકારે હવે કોરોનાની સારી સારી જ માહિતી આપવાનું નક્કી કર્યું છે. તેને લઈ ગુજરાત સરકારે આજે જાહેર કરેલી પ્રેસનોટ

Read More »