…જ્યારે ગુલામ નબી આઝાદને PM મોદીએ કહ્યું, કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં…

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર એક એક કરીને આકરા પ્રહારો કર્યા છે. આ દરમિયાન વડાપ્રધાને સરદાર પટેલના મુદ્દે પણ કોંગ્રેસને બરાબરની ઘેરી અને સાથે જ રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદજી, કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં…

સરદાર પટેલ મુદ્દે કોંગ્રેસને બરાબરની ઘેરતા તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલ કોંગ્રેસના જ મોટા નેતા હતાં, પરંતુ તેઓ માત્ર ગુજરાતમાં જ કોંગ્રેસના પોસ્ટરમાં દેખાતા હતા. દેશમાં નહીં. જ્યારે અમે સરદાર સાહેબની સૌથી મોટી મૂર્તિ બનાવી, હું કહેવા માંગુ છું કે, કોંગ્રેસના નેતા ત્યાં જાય અને શ્રદ્ધસુમન અર્પણ કરે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદને ટોણોં મારતા કહ્યું હતું કે, ગુલામ નબી જી.. કુછ દિન તો ગુજારિયે ગુજરાત મેં. વડાપ્રધાન મોદીએ આટલું કહેતા જ સદનમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, સરદાસ સાહેબના સમ્માનમાં અમે જ્જે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બનાવ્યું છે, હું આગ્રહ કરવા માંગીશ કે કોંગ્રેસના સૌથી મોટા નેતા એક વખત ત્યાં જઈને શ્રદ્ધાસુમન અર્પ્ણ કરીને આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
World
Ashadeep Newspaper

બેકાબૂ કોરોના / અમેરિકામાં સંક્રમણથી 40થી વધારે ભારતીયના મોત, 1500થી વધારે સંક્રમિત;

અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલા મોટાભાગના ભારતીય ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં રહેતા હતા તમામની ઉંમર 60 વર્ષથી વધારે છે, જોકે તેમા 21

Read More »
Info & News
Ashadeep Newspaper

દીકરીનાં મોત બાદ SBIના રિટાયર્ડ કર્મીએ NEETની પરીક્ષા આપી, 64 વર્ષે MBBSમાં લીધું એડમિશન

નિવૃત્તિ (Retirement) લીધા પછી મોટાભાગના લોકો હળવાશથી જીવન જીવવા માંગે છે, જ્યારે કેટલાક લોકો તેમના સપના પૂરા કરવા માટે સખત

Read More »