ઘોર કળિયુગઃ સેલવાસમાં 3 વર્ષની બાળકી પર રેપ બાદ હત્યા, લાશના ટુકડાં કરી થેલામાં ભરી ફેંકી દીધા

ઘોર કળિયુગનો એક ચોંકાવનારો કિસ્સો સેલવાસમાંથી સામે આવ્યો છે. સેલવાસમાં એક 3 વર્ષીય બાળકી પર પાડોશીએ જ દુષ્કર્મ આચર્યું હતું. આટલી ક્રૂરતા ઓછી હોય તેમ નરાધમે દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરી દીધી હતી. અને તેની લાશનાં ટુકડે ટુકડાં કરીને થેલામાં ભરી ફેંકી દીધા હતા. આ મામલે પોલીસે નરાધમ પાડોશીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સેલવાસના નરોલી વિસ્તારમાં આશાપુરા એપાર્ટમેન્ટમાં 3 વર્ષની બાળકી રહેતી હતી. રમતાં રમતાં તે ગાયબ થઈ ગઈ હતી. જે બાદ પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પણ બાળકી ન મળતાં પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસ તપાસમાં બિલ્ડીંગની ટોયલેટની પાઈપલાઈન પાસે એક થેલો મળી આવ્યો હતો. થેલો ખોલતાં જ સૌ કોઈની આંખો પહોળી થઈ ગઈ હતી.

થેલાની અંદર ગુમ થયેલી બાળકીની લાશ હતી. લાશને ટુકડે ટુકડાં કરીને થેલામાં ભરી દીધા હતા. જે બાદ પોલીસે ફ્લેટમાં તપાસ શરૂ કરી હતી. જેમાં એક રૂમમાં એક યુવક સુતેલો હતો. અને ઘરમાં ઠેર ઠેર લોહી પડેલું હતું. અને તેની ટોયલેટનો કાચ તૂટેલો હતો. બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેનું મોત નિપજ્યું હતું. અને બાદમાં નરાધમે તેની હત્યા કરી લાશનાં ટુકડાં કરી થેલાંમાં ભરી ફેંકી દીધી હતી.

નરાધમે ક્રૂરતાની હદ વટાવતાં સ્થાનિકોમાં ભારોભાર આક્રોશ ફેલાયો હતો. અને આ ક્રૂર ઘટનાને લઈ સ્થાનિકોએ પોલીસને આરોપીને સોંપી દેવા કહ્યું હતું. અને અમે જ ન્યાય કરીશું એમ કહી પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો.

( Source – Sandesh )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

News & Info
Ashadeep Newspaper

રિસર્ચ / રોડની બંને બાજુ જગ્યા છૂટે તો 50 હજાર અકસ્માત અટકાવી શકાય

સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો અભ્યાસ સરકારે 2015થી 18ની વચ્ચે 23 રાજ્યમાં આશરે 8 હજાર નવા બ્લેક સ્પોટ શોધ્યા શરદ પાંડેય,

Read More »
World
Ashadeep Newspaper

નર્સે અમેરિકાનો ભાંડો ફોડ્યો, જાણી જોઇને કોરોનાનાં દર્દીઓને મારી નાંખવામાં આવે છે!

વેન્ટિલેટરને કોરોનાનાં દર્દીઓ માટે ઘણું જ જરૂરી ઇક્વિપમેન્ટ ગણાવવામાં આવ્યું છે, પરંતુ કેટલાક ડૉક્ટરોનું માનવું છે કે વેન્ટિલેટર કેટલીક સ્થિતિમાં

Read More »