કાર્યવાહી : માસ્ક-હેલ્મેટ વગર ફરતાં લોકો પાસેથી 52 કરોડ દંડ વસૂલાયો

શહેરીજનો ટ્રાફિકના નિયમના ઉલ્લંઘન બદલ વર્ષે 30 કરોડ દંડ ભરે છે

વિધાનસભા ગૃહમાં 30 જાન્યુઆરી, 2021ની સ્થિતિએ હેલ્મેટ ન પહેરવાથી અને માસ્ક ન પહેરવાને કારણે નાગરિકોએ જે દંડની રકમ ભરી છે તેનો આંકડો અમદાવાદ શહેર-જિલ્લાનો આંખો પહોળી કરી નાખે તેટલો રૂ.52.49 કરોડનો છે. અમદાવાદ શહેરમાં હેલ્મેટ ન પહેરવાને કારણે રૂ. 22.23 કરોડ અને માસ્ક ન પહેરવાને કારણે 26.96 કરોડનો દંડ નાગરિકો પાસેથી વસૂલવામાં આવ્યો છે.

અમદાવાદીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દર વર્ષે 25થી 30 કરોડ દંડ ભરે છે, પણ 2020માં નિયમ ભંગ બદલ લોકો પાસેથી 73 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. વર્ષ 2020માં માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન લોકડાઉન અને હાલ નાઇટ કર્ફ્યૂ હોવા છતાં દંડની રકમ અગાઉનાં વર્ષો કરતાં બમણાથી પણ વધી ગઈ છે. દર વર્ષે પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ, ગેરકાયદે પાર્કિંગ, ચાલુ વાહને ફોન પર વાત કરવાનો, ડાર્ક ફિલ્મ અને ખામીયુક્ત નંબર પ્લેટ લગાવવા બદલ વાહનચાલકો પાસેથી સૌથી વધુ દંડ વસૂલે છે, પરંતુ ચાલુ વર્ષે ફક્ત માસ્કનો દંડ જ આ બધા દંડ કરતાં બમણો થઈ ગયો છે. આ વર્ષે લોકડાઉન-કર્ફ્યૂમાં બહાર નીકળવા બદલ, માસ્કનો જ 45 કરોડનો દંડ ભર્યો છે.

માસ્કનો સૌથી વધુ 28 કરોડ દંડ

વિસ્તારહેલ્મેટનો દંડમાસ્કનો દંડ
અમદાવાદ શહેર22.23 કરોડ26.96 કરોડ
અમદાવાદ ગ્રામ્ય1.31 કરોડ1.98 કરોડ
કુલ23.54 કરોડ28.94 કરોડ

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

World
Ashadeep Newspaper

ટ્રમ્પ પાસે સન્માનભેર વિદાય લેવાનો વિકલ્પ

। વોશિંગ્ટન । ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં પરાજય સ્વીકારવા તૈયાર નથી. પરંતુ હવે જો બાઇડેને સરસાઇ મેળવી લેતાં ટ્રમ્પ પાસે બે

Read More »
Business
Ashadeep Newspaper

… તો 25 વર્ષની હોમ લોનમાં એક જ ઝાટકો ઓછા થઈ જશે રૂપિયા 10 લાખ

બેંક ઓફ બરોડા, સિંડિકેટ બેંક અને યૂનિયન બેંક ઓફ ઈંડિયાએ પોતાના પ્રાઈમ અને સબ-પ્રાઈમ ગ્રાહકોને અલગથી તારવવાના શરૂ કરી દીધા

Read More »