એપ્રિલમાં શરૂ થશે IPL : મુંબઈમાં કોરોનાથી ડર્યું BCCI, IPL ફાઈનલ અમદાવાદમાં શક્ય

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની સિઝન ભારતમાં રમાશે. જેની જાહેરાત બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કરી હતી. પણ હાલ મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. PTI ના જણાવ્યા પ્રમાણે આઇપીએલ 2021ની સિઝનની પ્લે ઓફ અને ફાઇનલ મેચ અમદાવાદમાં નવનિર્મિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાઇ શકે છે.

તો આઇપીએલ 2021ની લીગ કક્ષાની મેચ દેશના ત્રણ શહેરોમાં રમાડવા માટે ચર્ચાઓ ચાલી રહી છે. આ શહેરમાં હૈદરાબાદ, બેંગલુરૂ અને કોલકત્તા પ્રમુખ સ્થાને ચાલી રહ્યા છે. જોકે મુંબઇમાં પણ મેચનું આયોજન માટે વિચારણા છે. પરંતુ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મુંબઇમાં મેચ રમાડવી કે નહીં તેનો નિર્ણય હાલ લેવાયો નથી.

ક્યા કારણથી IPLની મેચ અમદાવાદમાં રમાશે
આઇપીએલની મેચ અમદાવાદમાં થવા માટેનું સૌથી મોટું કારણ આ સ્ટેડિયમની સૌથી વધુ બેઠક ક્ષમતા છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કુલ બેઠક ક્ષમતા 1.32 લાખની છે. જો કોરોનાની હાલની ગાઇડલાઇનને પણ ધ્યાનમાં લેવામાં આવે તો 50% બેઠક ક્ષમતા પ્રમાણે 66,000 દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. તો આ સ્ટેડિયમમાં કુલ 11 પિચ છે જેથી પણ ટીમ માટે અનુકુળ રહેશે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Info & News
Ashadeep Newspaper

ધોરણ-1માં છ વર્ષે પ્રવેશના નિયમ સામે એક લાખ જેટલા વાલીઓએ સહી ઝૂંબેશ કરીને વિરોધ શરુ કર્યો

સરકારના પરિપત્રથી ગરીબ બાળકો સારી અંગ્રેજી સ્કૂલમાં ભણી શકશે નહીં તેવો તર્ક રજુ કરાયો રાજ્ય સરકાર દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટે

Read More »
News & Info
Ashadeep Newspaper

તમામ કાર્યાલયોમાં સરદાર પટેલનો ફોટો લગાડો: અમિત શાહનો આદેશ

CRPF, BSF અને અન્ય સિક્યોરિટી દળોને તાકીદ કરી નવી દિલ્હી, તા. 19 ઓક્ટોબર 2019 શનિવાર કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે

Read More »