એક વર્ષનું સૌથી મોટું વેચાણ : અમદાવાદમાં 28 દિવસમાં 1 લાખ ચોરસ ફૂટ જગ્યાનો સોદો; 75% રહેણાંક અને 25% કોમર્શિયલ જગ્યા વેચાઈ

કોરોના, લોકડાઉન બાદ દેશભરમાં જ્યાં પ્રોપર્ટી માર્કેટ મંદીમાં જતું રહ્યું હતું, ત્યારે એક સારા સમાચાર રૂપે એક બિલ્ડર ગૃપ દ્વારા ફેબ્રુઆરીના માત્ર 28 દિવસમાં જ 102403 ચો.ફુટ જગ્યાનું વેચાણ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે.

75 ટકા પ્રોપર્ટી રહેણાંક વિસ્તારની છે
આ બાબતે અગ્રણી બિલ્ડર ગૃપના ચિત્રકભાઇ શાહે જણાવ્યું હતું કે, તેમણે પ્રોપર્ટી વેચાણ માટે ફેબ્રુઆરીમાં ટાર્ગેટ નક્કી કર્યો હતો. એટલું જ નહી તે માટે સ્ટાફ પણ જરૂરી સંખ્યામાં વધારવામાં આવ્યો હતો. તેમજ ચોક્કસ ટાર્ગેટ સાથે મહત્તમ વેચાણ તરફ ગૃપે પ્રયાસો હાથ ધરાયા હતા. નોંધનીય છેકે, આ વેચાણમાં પણ 75 ટકા જેટલી પ્રોપર્ટી તો રહેણાંકની મિલકતો છે. જ્યારે 25 ટકા જેટલી મિલકતો કોમર્શીયલ પ્રકારની મિલકતો હોવાનું જાણવા મળ્યું છે.

શિવાલિક ગ્રુપે મોટો ગોલ એચીવ કર્યો
નોંધનીય છેકે, છેલ્લા લાંબા સમયથી મંદીની બુમો વચ્ચે પ્રોપર્ટી માર્કેટમાં કોઇ ખાસ જોમ જોવા મળતું ન હતું. તેમજ વેચાણ મહત્તમ માટે પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે આ સ્થિતિ વચ્ચે પણ શિવાલીક ગૃપ દ્વારા મોટો ગોલ એચીવ કરવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં પ્રોપર્ટીના વેચાણને કારણે અન્ય ગૃપનું પણ હવે પ્રોપર્ટી માર્કેટમાં આવી રહેલી બુમીંગ ખરીદી તરફ ધ્યાન ખેંચાયું છે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Technology
Ashadeep Newspaper

Twitterની જગ્યાએ આ સ્વદેશી App વગાડશે ડંકો : ખુદ PM મોદી, અમિત શાહે ખોલ્યું એકાઉન્ટ

મોદી સરકારે (Modi Government) કોરોના કાળ (Corona Virus)માં પણ આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat) અને સ્વદેશી (Swadeshi)વસ્તુઓ પર ભાર મુકી રહી

Read More »
Business
Ashadeep Newspaper

જેક મા લાવશે વિશ્વનો સૌથી મોટો ૩૫ અબજ ડોલરનો આઇપીઓ

ચીનના અબજોપતિ જેક માની કંપની અલીબાબા સાથે સંકળાયેલું એન્ટ ગ્રૂપ વિશ્વનો સૌથી મોટો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહ્યું છે. એન્ટ

Read More »