આ તે જબરું કહેવાય! હનિમૂનમાં પતિએ બિયર ના પિવડાવતાં પત્ની બરાબરની વિફરી, અને પછી…

ઈન્ડોનેશિયામાં હનીમુન વખતે પતિએ બિયર ના પીવડાવતા વિફરેલી પત્નીએ તકરાર કરીને ઝઘડો કર્યો હતો. સસરાએ ખુદ પૂત્રવધુ, તેના પિતા, માતા સહીત ચાર લોકો વિરૂદ્ધ શુક્રવારે રાત્રે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ છૂટાછેડા જોઈતા હોય તો રૂ.૨૦ લાખ આપો નહી તો ખોટા કેસ કરીને હેરાન કરી નાંખીશું તેવી ધમકી આપી હતી.

નિર્ણયનગરની તારંગાહીલ સોસાયટીમાં રહેતાં ચંદુભાઈ વલ્લભભાઈ ગોહીલ (ઉં,૫૦)એ પુત્રવધુ મૈત્રી, તેના પિતા ચન્દ્રકાંત, માતા રેખઆબહેન અને પ્રવીણ હરીભાઈ ચૌહાણ વિરૂદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ માર્ચ,૨૦૧૮માં ચંદુભાઈના પુત્ર ભાવેશના લગ્ન મૈત્રી સાથે થયા બાદ પતિ,પત્ની હનીમુન માટે ઈન્ડોનેશીયા ગયા હતા.

તે સમયે ભાવેશ અને મૈત્રી સાથે કુંટુંબના અન્ય સભ્યો પણ હતા. હોટલમાં મૈત્રીએ બિયર પીવાની વાત કરતાં ભાવેશે તેનો ઇન્કાર કર્યો હતો. જેના પગલે ઉશ્કેરાયેલા મૈત્રીએ અન્ય મુસાફરોના દરવાજા ખખડાવી હોટલમાં લોકોને પરેશાન કર્યા હતા. તે પછી ભાવીનને ઘરે આવીને મારે તારી સાથે રહેવું નથી. તું મારી સાથે કેવી રીતે રહે છે તે જોઈ લઈશ તેમ કહી ધમકીઓ આપવા લાગી હતી.

આ ઘટનાનો પરિવરામાં ભારે વિવાદ થયો હતો. આ દરમિયાન મૈત્રીને તેના પરિવારના સભ્યો લઈ ગયા હતા. ફરિયાદમાં નોંધાવ્યા પ્રમાણે થોડાક જ સમયમાં મૈત્રીએ ભાવેશને તેના વોટસએપ પર એવા મેસેજ કરવા માંડયા હતા કે જો તારે મારી સાથે છૂટાછેડા જોઈતા હોય તો રૂ.20 લાખ ચુકવવા પડશે.

જો તે ન આપે તો તેની અને તેના પરિવારની સામે જુદાજુદા પ્રકારના ખોટા કેસ કરવાની પણ ધમકી આપી હતી. જેના પગલે ભાવેશે મૈત્રીના માતાપિતા સહિતના ચાર લોકો સામે વાડજમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Visa & Immigration
Ashadeep Newspaper

અમેરિકાએ લીધો જબરદસ્ત મોટો નિર્ણય, H1-B વીઝા ધારકો માટે ખાસ અગત્યના સમાચાર

અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને H-1B વીઝા હોલ્ડર્સના જીવનસાથી માટે વર્ક પરમિટ પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પગલાંથી

Read More »
News & Info
Ashadeep Newspaper

કોરોનાવાઇરસ / એટલાન્ટાથી આવેલા અમદાવાદના યુવકનો કોરોના રિપોર્ટ બે વાર નેગેટિવ આવ્યો, 17મા દિવસે પોઝિટિવ

સામાન્ય રીતે 14 દિવસના ઈન્ક્યુબેશન પિરિયડ પછી પોઝિટિવ રિપોર્ટથી હેલ્થ વિભાગ સ્તબ્ધ મૃગાંક પટેલ, અમદાવાદ: અમદાવાદમાં સોમવારે વધુ એક કેસ પોઝિટિવ

Read More »