અમેરિકાએ EB-5 વીઝા ફી 5 લાખ ડોલરથી વધારીને 9 લાખ ડોલર કરી

  • ફી વધારો 21 નવેમ્બરથી અમલી બનશે
  • 3 કરોડ 45 લાખ રૂપિયાના બદલે 6 કરોડ 22 લાખ રૂપિયા ફી ચુકવવી પડશે

વોશિંગ્ટન: અમેરિકાએ EB-5 વીઝા ફીમાં ધરખમ વધારો કર્યો છે. હવે EB-5 વીઝા લેવા માટે 5 લાખ અમેરિકન ડોલર (આશરે 3 કરોડ, 45 લાખ રૂપિયા) ના બદલે 9 લાખ ડોલર (આશરે 6 કરોડ 22 લાખ રૂપિયા) ફી ચુકવવી પડશે. આ ફી વધારો 21 નવેમ્બરથી અમલી બનશે.

દર વર્ષે 800 જેટલા ભારતીય EB-5 વીઝા માટે કરે છે આવેદન

અમેરિકા દર વર્ષે 10 હજાર EB-5 વીઝા ઇશ્યુ કરે છે. તેમાં પણ પ્રતિ વર્ષ કોઇપણ દેશના મહત્તમ 700 નાગરિકને જ આ વીઝા આપી શકાય તેવો નિયમ બનાવવામાં આવ્યો છે. EB-5 વીઝા અમેરિકામાં મુડીરોકાણ કરવા માંગતા લોકોને આપવામાં આવે છે. જેના આધારે તેઓ અમેરિકા વસવાટ કરી ઉદ્યોગ-ધંધા વિકસાવે છે અને સ્થાનિક લોકો માટે રોજગારીનું સર્જન થાય છે. અમેરિકાએ EB-5 વીઝા આપવાની શરૂઆત ઇ.સ.1990થી કરી હતી. EB-5 વીઝા ફીમાં કરાયેલ વધારાને કારણે અમેરિકમાં બિઝનેશ શરૂ કરવા માંગતા અનેક ભારતીયોને મોટી અસર થશે. એક રિપોર્ટ અનુસાર દર વર્ષે 800 જેટલા ભારતીય EB-5 વીઝા માટે આવેદન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
News & Info
Ashadeep Newspaper

ગિરનાર રોપ-વે આગામી ગુજરાત સ્થાપના દિને PM મોદીના હસ્તે લોકાર્પણ કરવાની કવાયત

ભારતમાં સૌથી વધુ 2126.40 મીટરની લંબાઈ ધરાવતા ગિરનાર રોપ-વે માટે 1 મેં 2007માં વડાપ્રધાન મોદીએ ખાતમુર્હત કર્યું હતું, તે રોપ-વેની

Read More »
Astrology
Ashadeep Newspaper

કુંભમેળાનું આયોજન 14 જાન્યુઆરીથી હરિદ્વારમાં થશે, જાણો શાહી સ્નાનની તારીખ અને મુહૂર્ત

હિંદુ ધર્મમાં કુંભ મેળાનું વિશેષ મહત્વ છે. આ મેળામાં કરોડો તીર્થયાત્રી ભાગ લે છે. આ મેળામાં કરોડો તીર્થયાત્રી ભાગ લે

Read More »