કિઅર સ્ટાર્મર બ્રિટનના નવા વડાપ્રધાન બનવા તરફ:લેબર પાર્ટીની 14 વર્ષ બાદ વાપસી, ઋષિ સુનકના કારમા પરાજયના સંકેત વચ્ચે રાજીનામાની જાહેરાત - Divya Bhaskar

બ્રિટનમાં ગુરુવારે (4 જુલાઈ) સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું. અહીં શુક્રવારે સવારે દેશભરના લગભગ 40 હજાર મતદાન કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક માટે આ ચૂંટણી પરિણામો સૌથી મોટો ઝટકો સાબિત થવા જઇ રહ્યા છે. અપેક્ષા મુજબ મુખ્ય વિપક્ષી લેબર પાર્ટી બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓમાં પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. પ્રારંભિક પરિણામોમાં લેબર પાર્ટીએ 102 બેઠકો જીતી લીધી છે જ્યારે સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી અત્યાર સુધી માત્ર નવ બેઠકો જીતવામાં સફળ રહી છે.

100 બેઠકોના પરિણામો જાહેર

મત ગણતરીના પ્રારંભિક પરિણામોમાં અત્યાર સુધીમાં 650 બેઠકોમાંથી 100થી વધુ બેઠકો માટે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં લેબર પાર્ટીના નેતા કીએર સ્ટાર્મર વડાપ્રધાન બનશે તે નિશ્ચિત જણાય છે. હારના ભય વચ્ચે ઋષિ સુનકે જાહેરાત કરી હતી કે હું આવતીકાલે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દઈશ.

એક્ઝિટ પોલમાં પણ સુનકની હારના મળ્યાં હતા સંકેત

અગાઉ મતદાન સમાપ્ત થયા પછી એક્ઝિટ પોલમાં પણ લેબર પાર્ટીની જંગી જીતની આગાહી કરવામાં આવી હતી. BBC-Ipsos એક્ઝિટ પોલમાં Keir Starmerની આગેવાની હેઠળની લેબર પાર્ટી 410 બેઠકો જીતશે તેવો દાવો કરાયો, જ્યારે વર્તમાન PM ઋષિ સુનકની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 131 બેઠકો જીતવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો.