કેનેડાની પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટને 18 મહિના સુધી વધારી:6 એપ્રિલથી ઉમેદવારો IRCC વેબસાઇટ ઉપર એક્સ્ટેન્શન માટે અરજી કરી શકશે

કેનેડાની પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટને 18 મહિના સુધી વધારી:6 એપ્રિલથી ઉમેદવારો IRCC વેબસાઇટ ઉપર એક્સ્ટેન્શન માટે અરજી કરી શકશે

કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરે જાહેરાત કરી છે કે જેમની પાસે પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ(PGWP)ની સમયસીમા પૂરી થઈ રહી છે તેઓ 6 એપ્રિલ, 2023 સુધી ઓપન વર્ક પરમિટ એક્સટેન્શન માટે અરજી કરી શકશે. કેનેડાની સરકારે PGWP ધારકોની વર્ક પરમિટ 18 મહિના સુધી લંબાવી છે. આ વર્ક પરમિટ એક્સ્ટેંશન એવી કોઈપણ વ્યક્તિ માટે ઉપલબ્ધ હશે જેમની PGWP 2023માં સમાપ્ત થાય છે. આ તે લોકો માટે પણ ઉપલબ્ધ હશે જેમની PGWP 2022માં પૂરી થઈ ગઈ હતી અને ગયા વર્ષે IRCCની ઓપન વર્ક પરમિટ એક્સ્ટેન્શન માટે અરજી કરી હતી.

6 એપ્રિલથી ઉમેદવારો IRCCની વેબસાઇટ ઉપર એક્સ્ટેંશન માટે અરજી કરી શકશે. જેઓ અરજી કરે છે તેઓને વચગાળાના વર્ક પરમિટ ઓથોરાઇઝેશનનો ઈમેઈલ મળશે. આ મેઇલ તેઓ એમ્પ્લોયરને કેનેડામાં કાયદેસર રીતે કામ કરવાનું ચાલુ રાખવા માટે બતાવી શકે છે. કેનેડામાં જેમની સમયસીમા પુરી થઈ ગઈ છે તેઓ પણ તેમના સ્ટેટસ રિન્યૂ માટે અરજી કરી શકશે, પછી ભલે તેઓનો ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા(IRCC) દ્વારા આપવામાં આવેલો 90 દિવસનો છૂટનો સમયગાળો પૂરો થઈ ગઈ હોય. આવી વ્યક્તિઓ પણ 6 એપ્રિલ સુધીમાં તેમની સમયસીમા ફરી વધારી શકશે અને વચગાળાની ઓપન વર્ક પરમિટ એક્સ્ટેન્શન મેળવી શકશે.

IRCCના જણાવ્યા પ્રમાણે તેઓ એક્સ્ટેંશન માટે લાયક હોય તેવા લોકોને 6 એપ્રિલથી શરૂ થતા તેમના ઑનલાઇન IRCC સિક્યોર એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટે મેસેજ મોકલશે. પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેઓ કેનેડિયન નિયુક્ત શિક્ષણ સંસ્થા(DLI) ખાતે યોગ્ય શૈક્ષણિક કાર્યક્રમમાંથી ગ્રેજ્યુએટ થયા છે. DLIએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આવકારવા માટે સરકાર દ્વારા મંજૂર કરાયેલ કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ છે.

 

PGWP આંતરરાષ્ટ્રીય ગ્રેજ્યુએટને કેનેડામાં તેમને ગમતાં કોઈપણ એમ્પ્લોયર માટે વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી કામ કરવા સક્ષમ બનાવે છે. કેનેડાના ઇકોનોમિક ક્લાસ ઇમિગ્રેશન પ્રોગ્રામ્સના લીધે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા PGWPs ખૂબ જ ફેમસ છે. જેમાં ઘણાં પ્રોગ્રામ્સ એવા ઉમેદવારોને પ્રોત્સાહન આપે છે જેમણે કેનેડામાં અભ્યાસ કર્યો છે અને કામ કર્યું છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડા રિસર્ચ દર્શાવે છે કે આવો અભ્યાસ અને કામનો અનુભવ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જે કેનેડાના કાયમી નિવાસી બનવા જઈ રહ્યા છે તેમના માટે મદદરૂપ થઈ શકે છે.

( Source - Divyabhaskar )