અનુમાન:78 વર્ષમાં ભારતની વસતી 29 કરોડ જેટલી ઘટી જશે

અનુમાન:78 વર્ષમાં ભારતની વસતી 29 કરોડ જેટલી ઘટી જશે

 
 • ચીન અને જાપાનમાં વર્ષ 2100 સુધીમાં વસતી અડધી થઈ જશે
 • વસતીવૃદ્ધિ સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે સારા સમાચાર છે. દુનિયાની વસતી આગામી સદીમાં ઘટશે. એક રિસર્ચ પ્રમાણે પૃથ્વીની કુલ વસતી 2064માં 9.7 અબજ સુધી પહોંચીને તેની ટોચે પહોંચી જશે. તેના પછી વર્ષ 2100માં તે ઘટીને 8.79 અબજ રહી જશે. લેન્સેટ નામની મેડિકલ જર્નલના રિપોર્ટ પ્રમાણે સદીના અંત સુધી એટલે કે 78 વર્ષોમાં ભારતમાં 29 કરોડ લોકો ઘટી જશે. ઝડપથી વૃદ્ધ થઈ રહેલા ચીનમાં 2100 સુધી વસતી અડધી થઈ ચૂકી હશે.

  જ્યારે ત્યાં હાલમાં 140 કરોડની તુલનાએ 66.8 કરોડ ઘટીને ફક્ત 74 કરોડ જેટલી જ વસતી રહેશે તેવું અનુમાન છે. વોશિંગ્ટન યુનિવર્સિટીએ કહ્યું કે વસતી ઘટવાનો જે ટ્રેન્ડ શરૂ થશે તે અપરિવર્તનીય હશે. આ દાવો યુએનના એ અનુમાનથી વિપરીત છે જેમાં કહેવાયું હતું કે 2100 સુધીમાં દુનિયાની વસતી 11 અબજ પર પહોંચી જશે. હાલ દુનિયાની વસતી 8 અબજથી નીચે છે. ચીન, ભારત, અમેરિકા, પાક., સૌથી વધુ વસતી ધરાવતા દેશ છે.

  ચીનમાં યુવા લગ્નોથી દૂર, જાપાન-ઈટાલીમાં વૃદ્ધો વધી રહ્યા છે
  ચીન : વસતીમાં ઘટાડાનું કારણ બાળકો પેદા કરતી મહિલાઓની સંખ્યા ઘટવી, બાળકોનો મોંઘો ઉછેર, જેન્ડર સમાનતાથી યુવા લગ્ન કરતા બચી રહ્યા છે.

  ઈટાલી : 2017માં વસતી 6.1 કરોડ હતી જે સદીના અંત સુધી 2.8 કરોડ રહેશે. વૃદ્ધોની વસતી પણ ઝડપથી વધી રહી છે.

  જાપાન : સદીના અંત સુધી વસતી ઘટવાનું કારણ શ્રમ કરનારા લોકોની સંખ્યામાં સતત ઘટાડો છે. વૃદ્ધોની વસતી પણ વધી રહી છે.

  દ.કોરિયા : જેન્ડર સમાનતામાં ઝડપી વધારો. મહિલાઓની આત્મનિર્ભરતા અને મોંઘવારીને લીધે યુવા-યુવતીઓમાં પરિવાર વધારવાની ઈચ્છા ઘટી છે.

  બ્રાઝિલ : ટીવી સિરિયલમાં નાના પરિવારો બતાવવાની અસર વધી રહી. કિશોરોમાં પ્રેગનેન્સીની સમસ્યા વધી રહી છે.

  શહેરીકરણ, મહિલાઓના શિક્ષણથી પરિવર્તન
  નિષ્ણાતો શહેરીકરણની સાથે મહિલાઓના શિક્ષિત થવા, કામ કરવા અને બર્થ કન્ટ્રોલનાં સાધનો સુધી સારી પહોંચને વસતી ઘટાડાનું કારણ ગણાવે છે. 1960માં દુનિયામાં એક મહિલા સરેરાશ 5.2 બાળકોને જન્મ આપતી હતી. આજે 2.4 બાળકોને જન્મ આપે છે. 2100 સુધી તે 1.66 પર પહોંચી જશે.

  આફ્રિકામાં વસતી વધશે, યુરોપ-અમેરિકામાં ઘટશે
  રિપોર્ટ મુજબ યુરોપ, દ.અમેરિકામાં પણ વસતી ઘટશે. આફ્રિકામાં વધશે. યુરોપની જેમ એશિયા અને દક્ષિણ અમેરિકામાં વસતી ઘટવા લાગશે. જોકે આફ્રિકામાં વસતી ધીમે ધીમે વધતી રહેશે પણ વધવાની ગતિ ધીમી હશે. નાઈજિરિયામાં 58 કરોડ લોકોના વધવાની
  શક્યતા છે.

 • ( Source - Divyabhaskar )