ભાજપના ગઢમાં આપનો રોડ શો:મહેસાણામાં આવતીકાલે અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે, પાર્ટીના કાર્યકરોએ તૈયારીઓને પૂર્ણ કરી

ભાજપના ગઢમાં આપનો રોડ શો:મહેસાણામાં આવતીકાલે અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે, પાર્ટીના કાર્યકરોએ તૈયારીઓને પૂર્ણ કરી

સિવિલથી તોરણવાળી ચોક સુધી રોડ શો યોજાશે

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને તમામ પક્ષઓ પોતાની પાર્ટીને મજબૂત બનાવવા અને લોકો આકર્ષવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે હાલમાં દરેક પાર્ટી પોતાની તૈયારીઓ ચાલુ કરી બેઠકોના દોર શરૂ કરી દીધા છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ પોતાની પાર્ટીને ચૂંટણી લક્ષી તૈયારીઓ કરવામાં લાગી છે ત્યારે આવતીકાલે અરવિંદ કેજરીવાલ મહેસાણા ખાતે રોડ શો યોજશે.

આવતીકાલે અરવિંદ કેજરીવાલ મહેસાણા ખાતે પોતાની પાર્ટીના કાર્યકરો સાથે રોડ શો યોજવા જઇ રહ્યા છે. ત્યારે સાંજે મહેસાણા સિવિલથી તોરણવાળી ચોક સુધી અરવિંદ કેજરીવાલ રોડ શો યોજી રેલીમાં જોડાશે. જેમાં રાત્રી દરમિયાન પાટીદાર કાર્યકરોએ મહેસાણા શહેરમાં પોતાની પાર્ટીના બેનરો અને પોસ્ટરો લગાવવાની કામગીરી પૂર્ણ કરી હતી.

 

અરવિંદ કેજરીવાલ દિલ્હીથી સીધા મહેસાણા વિશાળ તિરંગા યાત્રા યોજશે. જેમાં 20 હજારથી વધુ લોકો રેલીમાં જોડાશે. મહેસાણાએ ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે. ત્યારે વિશાળ તિરંગા યાત્રાની શરૂઆત સૌ પ્રથમ મહેસાણા ખાતેથી કરવામાં આવશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ થોડો સમય તોરણવાડી માતા ચોક ખાતે સભા સંબોધશે તેમજ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પાર્ટીના આવી વિશાળ રેલીઓ યોજવામાં આવનાર છે.