પાટીદાર બિઝનેસ સમિટનું આકર્ષણ:36 કિલો ચાંદીમાંથી સ્વામિનારાયણ ભગવાનના વાઘા બનાવાયાં, સિલ્વરને ગોલ્ડન ટચ આપી 95 દિવસમાં તૈયાર કર્યા

પાટીદાર બિઝનેસ સમિટનું આકર્ષણ:36 કિલો ચાંદીમાંથી સ્વામિનારાયણ ભગવાનના વાઘા બનાવાયાં, સિલ્વરને ગોલ્ડન ટચ આપી 95 દિવસમાં તૈયાર કર્યા

 
 • ભગવાનના વાધા 18 કારીગરોએ તૈયાર કર્યા
 • સુરતમાં ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નો પ્રારંભ થયો છે. આ સમિટમાં 36 કિલો ચાંદીમાંથી બનાવાયેલા સ્વામિનાયારણ ભગવાન માટેના 'ગોલ્ડન' વાઘા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ભગવાનના વાઘા બનાવતા અંદાજે 95 જેટલા દિવસો લાગ્યા હતા. જેમાં 18 જેટલા કારીગરોએ કામગીરી કરી હતી.
 • 36 કિલો ચાંદીમાંથી ભગવાનના વાઘા
  ગુજરાત પાટીદાર બિઝનેસ સમિટમાં કંઈક નવું આપવાના આગ્રહ સાથે પ્રેમવતી ગોલ્ડ દ્વારા 36 કિલો ચાંદીથી ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા છે. જેને 18 કારીગરોએ 95 દિવસમાં બનાવ્યા છે. આ કારીગરો ભગવાનના અલંકારો પૂરી ભક્તિભાવના સાથે બનાવતા હોવાથી ખૂબ જ ધન્યતા અનુભવે છે અને ઘરેણા ખૂબ જ આકર્ષક બનાવી રહ્યા છે.
લોકો વાઘા સાથે તસવીરો લઈ રહ્યા છે.
 • વધુ સમય ડિઝાઈન બનાવવામાં લાગ્યો
  પ્રેમવતી ગોલ્ડના જિગ્નેશ લક્કડે જણાવ્યું હતું કે, ભગવાનના વાઘા ભગવાને ગમતા રંગો અને વસ્તુઓથી બનાવ્યા છે. વાઘામાં હાથી, મોરપીંછ, રત્નોથી ચાંદી પર વાઘા બનાવ્યા છે. અમેરિકન ડાયમંડ અને રત્નોનો ઉપયોગ કર્યો છે. વધુ સમય ડિઝાઈન બનાવવામાં લાગ્યો હતો. પ્રોડક્શનમાં ઓછો સમય લાગ્યો હતો. આ સ્વામિનારાયણ ઘનશ્યામ સ્વરૂપના વાઘા છે. 8 ફૂટની મૂર્તિના માપ પ્રમાણે વાઘા બનાવ્યા છે.
વાઘામાં ભગવાનને ગમતા રંગો અને વસ્તુઓની ઉપયોગ કરવામાં આવ્યો.
 • ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ
  સુરતમાં સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 અને એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું છે. સરસાણા ખાતે તા. 29 એપ્રિલથી 1 મે દરમિયાન ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 30 હજાર ચો.મી. વિસ્તારમાં 950 સ્ટોલ થકી 10 હજારથી વધુ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યાં છે. જેમાં આઈ.ટી. ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, એન્જિનિયરીંગ, રબર, ડાયમંડ અને ટેક્ષટાઈલ સહિતના 15થી વધુ સેક્ટરનો સમાવેશ થાય છે. મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે એક્ઝિબિશન સ્ટોલમાં 50 ટકા રાહત આપવામાં આવી છે.
વાઘામાં હાથી, મોરપીંછ, રત્નોથી ચાંદી પર વાઘા બનાવ્યા છે.
 •