આ છે આઇન્સ્ટાઇન:ધોરણ 12ના વિદ્યાર્થીને USની 6 યુનિવર્સિટીમાં પ્રવેશ; પ્રતિભાના જોરે 64 લાખની સ્કોલરશિપ મળી

આ છે આઇન્સ્ટાઇન:ધોરણ 12ના વિદ્યાર્થીને USની 6 યુનિવર્સિટીમાં પ્રવેશ; પ્રતિભાના જોરે 64 લાખની સ્કોલરશિપ મળી

મળો સીકરના આઇન્સ્ટાઇનને... તેણે વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી ખ્યાતિ હજુ પ્રાપ્ત નથી કરી, પરંતુ એ રાહ પર જ છે. માધોપુરા (લક્ષ્મણગઢ)ના ધો.12ના વિદ્યાર્થી આઇન્સ્ટાઇન ધાયલને તેની પ્રતિભાને કારણે અમેરિકાની 6 યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ઓફર મળી છે. એ સાથે જ અંદાજે 64 લાખ રૂપિયા (84000 ડોલર) સુધીની સ્કોલરશિપની પણ ઓફર મળી છે.

આ વિદ્યાર્થીએ વિશ્વની સૌથી અઘરી ગણાતી પરીક્ષાઓમાંથી એક સ્કોલિસ્ટિક એસેસમેન્ટ ટેસ્ટ (સેટ)માં 1480નો સ્કોર હાંસલ કર્યો છે. તેને અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાંતા બારબરા, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા રિવરસાઇડ, યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ, યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બાના-શેમ્પેન, મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો છે.

દિવસમાં 12-12 કલાકના વાંચનથી મળી સફળતા
હાલમાં હૈદરાબાદની એક કોચિંગ સંસ્થામાં ભણતા આઇન્સ્ટાઇનએ ફોન પર જણાવ્યું હતું કે અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રાપ્ત કરવા માટે ‘સેટ’ પરીક્ષા આપવી પડે છે. તેની તૈયારી માટે તેણે 12-12 કલાક સુધી વાંચન કર્યું હતું. પરીક્ષામાં ઉચ્ચ સ્કોર પ્રાપ્ત કરવાથી પ્રવેશપાત્ર બનાય છે. આ પછી વિદ્યાર્થીએ ધો.9થી લઇને ધો.12 સુધીના સમગ્ર શૈક્ષણિક અને એકસ્ટ્રા એક્ટિવિટીઝનો રેકોર્ડ યુનિવર્સિટીને મોકલવાનો રહે છે. અરજીની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના નિબંધ પણ મોકલવાના રહે છે. આ દરેક વસ્તુઓનું આકલન કર્યા બાદ યુનિવર્સિટી અરજીને સ્વીકારે છે.

આઇન્સ્ટાઇન રોબોટ બનાવીને મંગળ પર મોકલવા માગે છે
આઇન્સ્ટાઇન અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખુદની કંપની ખોલવા માગે છે, એ પછી રોબોટ તૈયાર કરીને મંગળ ગ્રહ પર મોકલવા માગે છે. પોતાના સ્કૂલના દિવસોમાં આઇન્સ્ટાઇને પાણીમાં મિશ્રિત થતા પ્લાસ્ટિકના માઇક્રોપાર્ટિકલ્સને સાફ કરતા મશીનનું નિર્માણ કર્યું હતું, જેનું રાષ્ટ્રીય સ્તર પર પ્રદર્શન કર્યું હતું. પ્રખ્યાત વિજ્ઞાન લેખક પોઝ જી હેવિટએ પોતાના પુસ્તકમાં પણ આઇન્સ્ટાઇનના પ્રયોગનો ઉલ્લેખ કર્યો છે.

 

ધોરણ 7માં હતો ત્યારે તેના પિતાથી પ્રેરિત થઇને તૈયારી શરૂ કરી હતી...
આઇસ્ટાઇનના પિતા પ્રો. માર્શલ ધાયલ આઇઆઇટી બનારસમાં પ્રોફેસર છે. તે 22 વર્ષ પહેલા યુનિવર્સિટી ઓફ માનચેસ્ટરમાં પ્રવેશ મેળવનાર સીકરના પહેલા વિદ્યાર્થી હતા. આઇનસ્ટાઇને ધો.7 દરમિયાન પોતાના પિતાને તેના પસંદગીની યુનિવર્સિટી વિશે પૂછ્યું હતું. પિતાએ જે વિકલ્પ આપ્યા તેને ગૂગલ પર સર્ચ કર્યા અને તે જ યુનિવર્સિટીઓમાં અભ્યાસ અંગેની પ્રતિજ્ઞા લીધી.