સમર્થકો ટ્રમ્પની સપોર્ટ સિસ્ટમ:કટ્ટરવાદી પાદરીઓ ટ્રમ્પ માટે સમર્થન મેળવી રહ્યા છે, તેમને ‘મસીહા’ અને ‘ભગવાનના મિત્ર’ કહે છે

સમર્થકો ટ્રમ્પની સપોર્ટ સિસ્ટમ:કટ્ટરવાદી પાદરીઓ ટ્રમ્પ માટે સમર્થન મેળવી રહ્યા છે, તેમને ‘મસીહા’ અને ‘ભગવાનના મિત્ર’ કહે છે

ડોનાલ્ડ ટ્રમ્પ ભલે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હાર બાદ સત્તામાંથી બહાર થઇ ગયા હોય, પરંતુ તેમના સમર્થકો હજુ પણ તેનું ભરપૂર સમર્થન કરી રહ્યા છે. અમેરિકામાં હજારો કટ્ટરવાદી ખ્રિસ્તી પાદરીઓ ટ્રમ્પનું સમર્થન કરી રહ્યા છે. તેઓ ટ્રમ્પને મસીહા બતાવી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના દક્ષિણના ખ્રિસ્તી મિશનરી છે જેઓએ ગત રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ “ઇવાન્જેલિકલ્સ ફોર ટ્રમ્પ કોએલિશન” શરૂ કર્યું હતું.

ટ્રમ્પ સમર્થક અને ટેનેસીના પાદરી ગ્રેગ લોકે ખ્રિસ્તી ધર્મને વ્હાઇટ નેશનલિઝમ સાથે જોડે છે. વાસ્તવમાં, આ પાદરીઓ જે રાષ્ટ્રવાદનો પ્રસાર કરી રહ્યા છે, તેમાં પ્રવાસીઓ, અશ્વેતો માટે કોઇ સ્થાન નથી. તેઓને તે બહારના ગણે છે.

 

અમેરિકાના રાજકારણમાં લાંબા સમયથી ખ્રિસ્તી સંસ્કૃતિના તત્વો ઉપસ્થિત રહ્યા છે, પરંતુ પૂજા માત્ર ચર્ચ સુધી મર્યાદિત હતી. હવે અનેક પાદરીઓ પૂજા દરમિયાન ટ્રમ્પ માટે સમર્થન પ્રાપ્ત કરી રહ્યા છે. મિશિગનમાં ગત સપ્તાહ દરમિયાન ટ્રમ્પની એક રેલીમાં એક સ્થાનિક ઇવેન્જલિસ્ટએ પોતાની પ્રાર્થનામાં કહ્યું કે, સ્વર્ગમાં બિરાજમાન પિતા પરમેશ્વર, અમારો દૃઢ વિશ્વાસ છે કે ટ્રમ્પ અમેરિકાના પ્રામાણિક રાષ્ટ્રપતિ છે.